Dussehra 2020: રાવણ વિશે આ વાતો તમે નહીં જાણતા હોવ, 3 પત્ની, મંદોદરીના પુન: લગ્ન...

આજે દશેરા/વિજયાદશમીનો તહેવાર છે. આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય થાય છે. દશેરાના દિવસે જ ભગવાન રામે રાવણનો વધ કરી યુદ્ધમાં જીત મેળવી હતી. આજના દિવસે એટલે જ રાવણ દહન થાય છે. માતા સીતાને રાવણથી આઝાદ કરાવવાની લડાઈમાં રાવણની સાથે સાથે તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદનું પણ મોત થયું હતું. એટલે જ દશેરાના દિવસે રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા પણ બાળવામાં આવે છે. 
Dussehra 2020: રાવણ વિશે આ વાતો તમે નહીં જાણતા હોવ, 3 પત્ની, મંદોદરીના પુન: લગ્ન...

ગુંજન શર્મા/નવી દિલ્હી: આજે દશેરા/વિજયાદશમીનો તહેવાર છે. આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય થાય છે. દશેરાના દિવસે જ ભગવાન રામે રાવણનો વધ કરી યુદ્ધમાં જીત મેળવી હતી. આજના દિવસે એટલે જ રાવણ દહન થાય છે. માતા સીતાને રાવણથી આઝાદ કરાવવાની લડાઈમાં રાવણની સાથે સાથે તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદનું પણ મોત થયું હતું. એટલે જ દશેરાના દિવસે રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા પણ બાળવામાં આવે છે. 

આ તો થઈ રાવણ અને તેમના ભાઈ-પુત્રની વાત પરંતુ શું કોઈને તેમના પરિવારના બાકી સભ્યો વિશે જાણકારી છે? આજે અમે તમને જણાવીશું રાવણના પરિવાર વિશે.

રાવણને ત્રણ પત્ની હતી. પહેલી પત્નીનું નામ મંદોદરી હતું. મંદોરદરીની કહાની તો મોટાભાગના લોકોને ખબર હોય છે. મંદોદરી રાજા માયાસુર અને અપ્સરા હેમીની પુત્રી હતી. મંદોદરીને ચિર કુમારીના નામથી પણ ઓળખે છે. કહેવાય છે કે રાવણનું મોત એક ખાસ બાણથી થઈ શકે તેમ હતું. જેની જાણકારી મંદોદરીને હતી. હનુમાનજીએ મંદોદરી પાસેથી આ બાણ ચોરી કર્યુ હતું. જેનાથી રામને રાવણનો વધ કરવામાં સફળતા મળી હતી. બીજી પત્નીનું નામ ધન્યમાલિની અને ત્રીજી પત્નીનું નામ આજ સુધી કોઈને જાણ થઈ નથી. 

રાવણના મોત બાદ મંદોદરીએ કર્યા હતા ફરીથી લગ્ન
રાવણના વધ બાદ પ્રભુ શ્રીરામે વિભિષણને લંકાના નવા રાજા બનવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમણે મંદોદરી સામે વિવાહનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જો કે શરૂઆતમાં મંદોદરીએ લગ્નની ના પાડી અને પોતાને રાજ્યથી અલગ કરી લીધી હતી. પરંતુ થોડા સમય બાદ તે વિભિષણ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. 

ત્રણ પત્નીઓથી 7 પુત્ર
પૌરાણિક કથાઓ મુજબ રાવણને સાત પુત્ર હતા. પહેલી પત્નીથી 2 પુત્ર હતા. મેઘનાદ અને અક્ષયકુમાર. બીજી પત્નીથી ત્રશિરા અને અતિકાય અને ત્રીજી પત્નીથી એક પુત્ર હતો જેનું નામ હતું પ્રહસ્થા. 

કોણ હતા રાવણના માતા પિતા
રાવણના પિતાનું નામ ઋષિ વિશ્વશ્વવા અને માતાનું નામ કૈકસી હતુ. કૈકસી રાવણના પિતાની બીજી પત્ની હતી. તેમના પહેલા લગ્ન ઈલાવિડા સાથે થઈ હતી. જેમનાથી રાવણ અગાઉ કુબેરનો જન્મ થયો હતો. 

રાવણને હતા 8 ભાઈ બહેન
રાવણના 7 સગા ભાઈ બહેન હતા. જેમાં વિભિષણ, કુંભકર્ણ, અહિરાવણ, ખર, દૂષણ, અને બે બહેનો શૂર્પણખા અને કુમ્ભિની હતા. સાવકા ભાઈનું નામ કુબેર હતું. 

રાવણના દાદા દાદીનું નામ
રાવણના દાદા બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય અને દાદીનું નામ હવિર્ભુવા હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news