Droupadi Murmu: સંથાલી સાડી, હવાઈ ચપ્પલ...દ્રૌપદી મુર્મૂની સાદગી, સરળતા ઊડીને આંખે વળગી
ક્લાસના મોનિટરથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનારા દ્રૌપદી મુર્મૂની સાદગી આજે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉડીને આંખે વળગી. આજે જ્યારે તેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે શપથ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા તો તેમની સાદગી બધાને સ્પર્શી ગઈ.
Trending Photos
Droupadi Murmu President of India: ક્લાસના મોનિટરથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનારા દ્રૌપદી મુર્મૂની સાદગી આજે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉડીને આંખે વળગી. આજે જ્યારે તેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે શપથ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા તો તેમની સાદગી બધાને સ્પર્શી ગઈ. સંથાલી સાડી, સફેદ હવાઈ ચપ્પનમાં તેમણે સંસદના કેન્દ્રીય કક્ષમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ઓડિશાના મયૂરભંજ જિલ્લાથી રાયસીના હિલ્સની સૌથી મોટી ઈમારતમાં ડગ ભરનારા દ્રૌપદી મુર્મૂની સરળતામાં કોઈ જ કમી નથી આવી.
સંથાલી સાડી પહેરી લીધા શપથ
દ્રૌપદી મુર્મૂએ સંથાલી સાડી પહેરીને આજે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. સંથાલી સાડીઓના એક છેડે કેટલીક ધારીઓનું કામ હોય છે અને સંથાલી સમુદાયની મહિલાઓ તેને ખાસ અવસરે પહેરે છે. સંથાલી સાડીઓમાં બંને છેડે એક સમાન ડિઝાઈન હોય છે. આ ખાસ અવસરે મુર્મૂએ પણ આ જ પ્રકારની સાડી પહેરી.
Delhi | Outgoing President Ram Nath Kovind and President-elect Droupadi Murmu leave from Rashtrapati Bhavan for the Parliament.
President-elect Droupadi Murmu will take oath as the 15th President of India, shortly. pic.twitter.com/XqjlwPLGvl
— ANI (@ANI) July 25, 2022
હવાઈ ચપ્પલવાળી સાદગી
દેશના સર્વોચ્ચ પદ માટે શપથ લેનારા દ્રૌપદી મુર્મૂએ આ સમયે પણ સાદગી છોડી નહીં. સફેદ રંગની સાડી પર લીલા અને લાલ રંગની ધારીની ડિઝાઈન, સફેદ હવાઈ ચપ્પલ પહેરીને તેઓ સંસદના કેન્દ્રીય કક્ષમાં પહોંચ્યા. તેમને દેશના ચીફ જસ્ટિસ એનવી રમનાએ શપથ લેવડાવ્યા.
CJI NV Ramana administers oath of office, President-elect Droupadi Murmu becomes the 15th President of India.
She is the second woman President of the country, first-ever tribal woman to hold the highest Constitutional post and the first President to be born in independent India pic.twitter.com/qXd9Kzcg2z
— ANI (@ANI) July 25, 2022
આગામી 5 વર્ષ સુધી દ્રૌપદી મુર્મૂ દેશના રાષ્ટ્રપતિ ભવનમાં નિવાસ કરશે. જ્યારે તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા ત્યારે પણ તેમની સાદગી ચારેકોર ચર્ચામાં રહેતી હતી. હવે રાષ્ટ્રપતિ ભવનમાં પણ મુર્મૂની એ જ સરળતા જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે