Drone Attack: ATC બિલ્ડિંગ અને Mi17 હેલિકોપ્ટર હતા ટાર્ગેટ પર, ડ્રોનમાં બાંધ્યો હતો વિસ્ફોટક

જમ્મૂ (Jammu) માં ભારતીય વાયુ સેનાના અડ્ડા (Air Force Station Blast) પર રવિવારે સવારે થયેલા ડ્રોન એટેક (Drone Attack) ના મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે.

Drone Attack: ATC બિલ્ડિંગ અને Mi17 હેલિકોપ્ટર હતા ટાર્ગેટ પર, ડ્રોનમાં બાંધ્યો હતો વિસ્ફોટક

નવી દિલ્હી: જમ્મૂ (Jammu) માં ભારતીય વાયુ સેનાના અડ્ડા (Air Force Station Blast) પર રવિવારે સવારે થયેલા ડ્રોન એટેક (Drone Attack) ના મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આતંકવદીઓનો અસલ ટાર્ગેટ બે કિંમતી સંપત્તિઓ હતી પરંતુ ટાર્ગેટ ચૂકવાના કારણે તે બચી ગઇ. 

ATC બિલ્ડિંગથી દૂર ફૂટ્યો બોમ્બ
સૂત્રોના અનુસાર આતંકવાદીઓનો અસલી ટાર્ગેટ જમ્મૂની એર ટ્રાફિક કંટ્રોલ (ATC) બિલ્ડિંગ અને એરફોર્સ બેસ પર ઉભેલા Mi17 હેલિકોપ્ટર હતા. આ બંને લક્ષ્યોને ટાર્ગેટ બનાવીને ડ્રોન્સ એટેક (Drone Attack) લોન્ચ કરી દેવામાં આવ્યા. તેમાંથી એક ડ્રોન ATC બિલ્ડિંગથી લગભગ 100 મીટર દૂર બ્લાસ્ટ થઇ ગયો. જ્યારે બીજો ડ્રોન પણ પોતાનું નિશાન ચૂકી ગયું.   

તપાસ માટે જમ્મૂ પહોંચી NSG
સૂત્રોનું કહેવું છે કે એટેકમાં સામેલ એક ડ્રોન પર 5 કિલો TNT બોમ્બ લાદેલો હતો. બીજામાં તેનાથી થોડી ઓછી માત્રામાં વિસ્ફોટક બાંધેલો હતો. સરકારના કેસની તપાસ માટે દિલ્હીથી નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) ની ટીમ જમ્મૂ મોકલી છે. તો બીજી તપાસ એજન્સીઓ સાથે મળીને વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવેલા બોમ્બના નેચરની તપાસ કરી રહી છે. 

રવિવારે સવારે થયા હતા 2 બ્લાસ્ટ
તમને જણાવી દઇએ કે જમ્મૂમાં હાઇ સિક્યોરિટીવાળા એરપોર્ટ પર એરફોર્સના સત્તાવાર ક્ષેત્રવાળા ભાગમાં રવિવારે સતત બે બ્લાસ્ટ (Jammu Air Force Station Blast) થયા. ભારતીય વાયુસેના (IAF), એનઆઇએ (NIA) અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ વિશે તપાસ કરી રહી છે કે શું આ કોઇ આતંકવાદી હુમલો હતો? તપાસ અધિકારી એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં વિસ્ફોટક નાખવામાં ડ્રોનના સંભવિત ઉપયોગની તપાસ કરી રહી છે.  

ટેક્નિકલ એરિયામાં બિલ્ડિંગની છત તૂટી
અધિકારીઓએ જણાવ્યું કે પહેલો બ્લાસ્ટ રાત્રે 1:40 મિનિટની આસપાસ થયો હતો, જેથી એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં એક બિલ્ડિંગની છત ઢળી પડી ગઇ હતી. આ જગ્યાની દેખરેખની જવાબદારી એરફોર્સ ઉપાડે છે અને બીજો વિસ્ફોટ પાંચ મિનિટ બાદ જમીન પર થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટમાં એરફોર્સના બે જવાન સામાન્ય ઘાયલ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news