ડોક્ટર- કંપાઉન્ડર યુવતી વચ્ચે બંધાયો સંબંધ, કમ્પાઉન્ડરે કર્યું ચોંકાવનારૂ કામ..

ક્લિનિકનાં જ મેડિકલ સ્ટોરનાં કેમિસ્ટ દિલદાર શેખે ડોક્ટર સાથે તેના સંબંધનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું

ડોક્ટર- કંપાઉન્ડર યુવતી વચ્ચે બંધાયો સંબંધ, કમ્પાઉન્ડરે કર્યું ચોંકાવનારૂ કામ..

મુંબઇ : કલ્યાણની કોલસવાડી પોલીસે એક ડોક્ટર દ્વારા તરૂણી સાથે દુષ્કર્મ કરવાનાં આરોપમાં ધરપકડ કરી છે. જ્યારે હોસ્પિટલનાં જ કેમિસ્ટને પોલીસ શોધી રહી છે. ડોક્ટરની ઓળખ તાજ અંસારી તરીકે કરવામાં આવી છે. બીજી તરફ રેપનો અન્ય આરોપી કેમિસ્ટ દિલદાર શેખ ફરાર છે. બંન્ને આરોપીઓ પર પોલીસે પોસ્કો એક્ટ હેઠલ કેસ દાખલ કર્યો છે. પીડિતા કિશોરી છે અને તેની ઉંમર માત્ર 17 વર્ષની છે અને તે ગરીબ પરિવારમાંથી આવે છે. 

મળતી માહિતી અનુસાર પરિવારની પરિસ્થિતી ગરીબ હોવાનાં કારણે પીડિતા કલ્યાણનાં નંદવલી ખાતે ક્લિનીકમાં કામ કરતી હતી. તેણે ફરિયાદમાં પોલીસને જણાવ્યુ કે, ડોક્ટર તેને નોકરીમાંથી કાઢવાની ધમકીઓ આપીને રેપ કરતો રહ્યો. ત્યાર બાદ ક્લિનિકનાં જ મેડિકલ સ્ટોરનાં કેમિસ્ટ દિલદાર શેખે તેને ડોક્ટર સાથે સંબંધ બનાવતી હોવાનો વીડિયો દેખાડ્યો અને બ્લેક મેલ કરવા લાગ્યા. તેણે યુવતીને બદનામ કરવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યું. 

આ ઘટનાથી કંટાળેલી યુવતીએ આખરે નોકરી છોડી દીધી. તેમ છતા પણ બંન્ને આરોપી વારંવાર ફોન કરીને વીડિયો વાઇરલ કરવાની મધકીઓ આપવા લાગ્યો. તેનાથી પરેશાન થઇને યુવતીએ આ વાત પોતાની માંને જણાવી ત્યાર બાદ બંન્ને આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે હાલ ડોક્ટરની ધરપકડ કરી છે જ્યારે કેમિસ્ટ હાલ ફરાર છે. 

ક્લિનિકમાંથી કેમેરા મળી આવ્યા
કોસલવાડી પોલીસ સ્ટેશનનાં ઇન્સપેક્ટર સાહેબ રાવ સાલ્વેએ જણાવ્યું કે, ફરિયાદ મળ્યા બાદ જ્યારે ક્લિનિકમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો અનેક છુપાયેલા કેમેરા જપ્ત થયા. તપાસમાં તે પણ જાણવા મળ્યું કે, ડોક્ટર અંસારી પૈસાની મદદ આપીને ગરીબ મહિલા પેશન્ટ સાથે સંબંધ બાંધતો હતો. હાલ વીડિયોમાં દેખાતા દર્દીઓ સુધી પોલીસ એક પછી એક પહોંચી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news