શું તમે જાણો છો અટલ બિહારી વાજપેયીએ અંતિમ ક્યાં ભાષણ આપ્યું?
માર્ચ 2015માં વાજપેયીને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાથે દિલ્હી સ્થિત તેમના ઘરે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
Trending Photos
નવી દિલ્હી: ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની હાલત નાજુક છે. દિલ્હી AIIMSમાં ભરતી પૂર્વ વડાપ્રધાનના ખબર અંતર પૂછવા માટે નરેંદ્ર મ્દોઈ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી સહિત ઘણા કેબિનેટ મંત્રી પહોંચી ચૂક્યા છે. ત્યારે આ જનપ્રિય નેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા વાજપેયી એક-બે વર્ષ નહી લગભગ 8 વર્ષથી પથારીવશ છે. પોતાના ઓજસ્વી આવજ શાનદાર ભાષણ શૈલીને લઇને જનતા વચ્ચે લોકપ્રિય વાજપેયી વર્ષ 2005માં અંતિમ વખત જનસભાને સંબોધિત કરી હતી. આ જનસભા મુંબઇના શિવાજી પાર્કમાં યોજાઇ હતી.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રજત જયંતિ સમારોહમાં તેમણે અંતિમવાર જનસભાને સંબોધિત કરી. ત્યારબાદ તે ફરીથી ક્યારેય પણ જનસભામાં બોલ્યા નહી. આ જનસભામાં વાજપેયીનું સૌથી નાનું ભાષણ આપ્યું હતું. તેમણે પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજનને રામ-લક્ષ્મણની જોડી ગણાવ્યા હતા. આ જનસભામાં તેમણે ચૂંટણીલક્ષી રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. વાજપેયી તે સમયે પણ લખનઉમાં સાંસદ હતા. જોકે ખરાબ તબિયતના લીધે તે લોકસભામાં નિયમિત રૂપે સામેલ થતા ન હતા.
તે વર્ષ 2007માં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તે વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા. વર્ષ 2007ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન લખનઉના લોકોએ પોતાના નેતાને અંતિમ વાર જોયા હતા. વાજપેયી અંતિમવાર ચૂંટણી રેલીના મંચ પર જોવા મળ્યા હતા. ત્યારબાદ 2007માં વાજપેયીએ નાગપુરના રેશિમબાગમાં આરએસએસના એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં વાજપેયીને મંચ પર પહોંચવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષ 2009માં તેમણે એક સાંસદના રૂપમાં પોતાનો અંતિમ કાર્યકાળ પુરો કર્યો અને પછી ક્યારેય ચૂંટણી લડ્યા નહી.
અટલ બિહારી વાજપેયી લગભગ 14 વર્ષથી બિમાર છે. તેમની અંતિમ તસવીર ત્રણ વર્ષ પહેલાં 2015માં જોવા મળી હતી. માર્ચ 2015માં વાજપેયીને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાથે દિલ્હી સ્થિત તેમના ઘરે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
તમારા મનમાં સવાલ ઉદભવતો હશે કે બિમારથી ગ્રસિત થયા બાદ વાજપેયી આટલા વર્ષો ક્યાં હતા. વડાપ્રધાન પદ છોડ્યા બાદ વાજપેયી અત્યાર સુધી કૃષ્ણ મેનન માર્ગ સ્થિત આવાસમાં પોતાની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય સાથે રહેતા હતા. 2014માં નિધન પહેલાં રાજકુમાર કૌલ પણ અહીં રહેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે