દિગ્વિજય સિંહે સરકારને પડકાર ફેંક્યો,-'જો નક્સલીઓ સાથે સંબંધ હોય તો કરો મારી ધરપકડ'
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સરકારને પડકાર ફેંક્યો છે કે જો માઓવાદીઓ સાથે કોઈ નક્સલીઓ સાથે તેમનો કોઈ સંબંધ હોય તો સરકાર તેમની ધરપકડ કરી શકે છે.
Trending Photos
સતના (મધ્ય પ્રદેશ): કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સરકારને પડકાર ફેંક્યો છે કે જો માઓવાદીઓ સાથે કોઈ નક્સલીઓ સાથે તેમનો કોઈ સંબંધ હોય તો સરકાર તેમની ધરપકડ કરી શકે છે. સિંહે સતનામાં કહ્યું કે 'જો હું દોષી હોઉ તો કેન્દ્ર અને રાજ્ય સરકારને પડકાર ફેંકુ છું કે તેઓ મારી ધરપકડ કરીને બતાવે'. તેમણે કહ્યું કે 'પહેલા તેમણે મને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો હતો, હવે નક્સલી ગણાવે છે. જો આમ હોય તો મારી અહીં જ ધરપકડ કરો.' સિંહે એવો આરોપ પણ લગાવ્યો કે ડાબેરી કાર્યકર્તાઓની ધરપકડ એ 'ગુજરાત મોડલના શાસન'નું ઉદાહરણ છે.
હકીકતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે પોતાના શાસનકાળમાં 'માઓવાદ અને નક્સલવાદ'ને મુખ્યપ્રવાહમાં લાવવાની કોશિશ કરી અને એટલે પાર્ટીએ પોતાનું નામ કોંગ્રેસ માઓવાદી પાર્ટી કે પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (માઓવાદી) રાખવું જોઈએ.
એક કોમરેડ તરફથી બીજા કોમરેડને કથિત રીતે લખાયેલો એક પત્ર બતાવતા પાત્રાએ કહ્યું કે તેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ તેમની ગતિવિધિઓ માટે પૈસા આપવા માટે તૈયાર છે અને આ બાબતે મદદ માટે દિગ્વિજય સિંહનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પાત્રાએ પત્રકારોને જણાવ્યું કે 'રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ મહત્વનો વિષય છે અને ફક્ત રાજનીતિક તકવાદ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખેલવાડ એક એવી વસ્તુ છે જે કોંગ્રેસ કરતી આવી છે.'
પાત્રાએ દાવો કર્યો હતો કે 'કોમરેડ સુરેન્દ્ર' એ 'કોમરેડ પ્રકાશ'ને 25 સપ્ટેમ્બરના રોજ પત્ર લખ્યો જેમાં કહેવાયું કે કોંગ્રેસના નેતા આ પ્રક્રિયામાં મદદ અને પૈસા માટે તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમાં દિગ્વિજય સિંહનો ફોન નંબર છે, જેઓ 'રાહુલ ગાંધીના ગુરુ' છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે