રાહુલ પર માનસરોવર યાત્રા શરૂ કરતા પહેલા લાગ્યો નોનવેજ ખાવાનો આરોપ, રેસ્ટોરન્ટે જણાવ્યું સત્ય
સોશિયલ મીડિયા પર ખૂબ વિવાદ થયા બાદ રેસ્ટોરન્ટે આ મામસે ખુલાસો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ શું કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કર્યા પહેલા રાહુલ ગાંધીએ નોન-વેજ ખાધું હતું? નેપાળની ઘણી સ્થાનીક ન્યૂઝ વેબસાઇટ દ્વારા વેટરના હવાલાથી આ પ્રકારના સમાચાર પ્રકાશિત કર્યા બાદ માનસરોવર યાત્રા શરૂ કર્યા પહેલા રાહુલ ગાંધીએ ચિકન કુરકુરે અને મેમોજ ઓર્ડર કર્યા હતા. સોશિયલ મીડિયા પર ખુબ વિવાદ થયા બાદ રેસ્ટોરન્ટે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.
વૂટૂ રેસ્ટોરન્ટનું કહેવું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અમારા રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા સંબંધમાં મીડિયા દ્વારા વધુ જાણકારી પ્રકાશિત કરવામાં આવી રહી છે. અમે જણાવવા ઈચ્છીએ છીએ કે તેમણે વેજ આઇટમનો ઓર્ડર કર્યો હતો.
રેસ્ટોરન્ટના વેઇટરના દાવાને આધાર બનાવીને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માનસરોવર યાત્રા શરૂ કરતા પહેલા નોનવેજ ખાધુ હતું. રાહુલ ગાંધી 31 ઓગસ્ટે ઈન્ડિગોની ફ્લાઇટમાં કાઠમંડૂ પહોંચ્યા હતા. વૂટૂ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તેઓ માનસરોવય યાત્રા માટે લ્હાસા નીકળી ગયા હતા. તેમણે પરત ફરીને પશુપતિનાથ મંદિર જવાની પણ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ આ વર્ષે 29 એપ્રિલે કોંગ્રેસ મહાઅધિવેશનમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં નાટકિય રીતે આ યાત્રાનું વ્રત લેવાની વાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે