ડાયાબિટિસનાં દર્દીઓને હોય છે કેન્સરનું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ

સ્વિડિશ નેશનલ ડાયાબિટિસ રજિસ્ટર (NDR)ના સંશોધનકર્તાઓ અનુસાર, ડાયાબિટિસથી પીડિત 20 ટકા દર્દીઓમાં આ બિમારીનો ભોગ બન્યા ન હોય એવા લોકોની સરખામણીએ કોલોરેક્ટર કેન્સર થવાનું જોખમ સૌથી વધુ હોય છે અને 5 ટકા દર્દીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધુ હોય છે

ડાયાબિટિસનાં દર્દીઓને હોય છે કેન્સરનું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ

લંડનઃ ડાયાબિટિસને કારણે કેન્સર થવાનું જોખમ વધી જાય ચે અને તેનાથી કેન્સરનાં દર્દીઓના જીવતા રહેવાની સંભાવના ઘટી શકે છે. સ્વિડિશ નેશનલ ડાયાબિટિસ રજિસ્ટર (NDR)ના સંશોધકર્તાઓ અનુસાર, ડાયાબિટિસથી પીડિત 20 ટકા દર્દીઓમાં આ બિમારીનો ભોગ બન્યા ન હોય એવા લોકોની સરખામણીએ કોલોરેક્ટર કેન્સર થવાનું જોખમ સૌથી વધુ હોય છે અને 5 ટકા દર્દીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધુ હોય છે.

41.5 કરોડ ડાયાબિટિસનાં દર્દી
જે લોકોને કેન્સર હોય અને તેઓ ડાયાબિટિસથી પણ પીડિત હોય તો તેમને સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના કારણે મૃત્યુની સંભાવના ક્રમશઃ 25 ટકા અને 29 ટકા વધુ થઈ જાય છે. દુનિયાભરમાં અત્યારે લગભગ 41.5 કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત છે. દર 11માંથી એક વયસ્ક વ્યક્તિ ડાયાબિટિસનો ભોગ બનેલી છે. વર્ષ 2040 સુધીમાં વિશ્વમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા વધીને 64.2 કરોડ થવાની સંભાવના છે. 

30 વર્ષમાં વધી ડાયાબિટિસનાં દર્દીઓની સંખ્યા 
સંશોધનનું નેતૃત્વ કરનારી જોર્નસ્ડોટિરે જણાવ્યું કે, "અમારો અભ્યાસ એ નથી જણાવતો કે જે વ્યક્તિને ડાયાબિટિસ છે, તેને કેન્સર થશે જ. કેમ કે છેલ્લા 30 વર્ષમાં ટાઈપ-2 ડાયાબિટિસથી પીડિત લોકોની સંખ્યા વધી છે અને અમારો અભ્યાસ તો ડાયાબિટિસની પરહેજીના મહત્તવ પર ભાર મુકે છે."

આખરે શું છે ડાયાબિટિસ?
આપણા શરીરને કામ કરવા માટે જરૂરી શક્તિ ગ્લૂકોઝમાંથી મળે છે. આપણે જે ગ્લૂકોઝ ખાઈએ છીએ, તેના અવશોષણ કે તેને પચાવવા માટે ઈન્સ્યુલિનની જરૂર હોય છે, જે પેનક્રિયાઝમાંથી નિકળે છે. ડાયાબિટિસ એ અવસ્થા છે, જ્યારે શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ એટલા માટે વધી જાય છે, કેમ કે પેનક્રિયાઝમાં ઈન્સ્યુલિન પેદા થતું નથી. આ અવસ્થાની સંપૂર્ણ જવાબદારી આપણી ખાણી-પીણીની ટેવો પર હોય છે, આથી હેલ્ધી ડાયેટ પર ધ્યાન આપવાની સૌથી વધુ જરૂર હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news