કંગનાએ વધારી ઇંડિગોની મુસીબત! DGCA એ એરલાઇન કંપની પાસે માંગ્યો રિપોર્ટ

વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે આ વિશે જાણકારી આપી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે એવા કેટલાક વીડિયોઝ જોયા છે જેમાં મીડિયાકર્મી બુધવારે 6E264 ઉડાનમાં એક બીજાને અડીને ઉભા હતા.

કંગનાએ વધારી ઇંડિગોની મુસીબત! DGCA એ એરલાઇન કંપની પાસે માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હી: ડીજીસીએ (DGCA)એ ઇંડિગો (Indigo)ને ચંદીગઢ-મુંબઇ (Chandigarh-Mumbai) ની તેની ઉડાનમાં મીડિયાકર્મી દ્વારા સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કથિત રીતે ઉલ્લંઘન માટે એક રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. આ ઘટના તે સમયે થઇ હતી, જ્યારે ઉડાનથી જ્યારે ઉડાન વડે એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) એ યાત્રા કરી હતી. 

વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે આ વિશે જાણકારી આપી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે એવા કેટલાક વીડિયોઝ જોયા છે જેમાં મીડિયાકર્મી બુધવારે 6E264 ઉડાનમાં એક બીજાને અડીને ઉભા હતા. આ સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘનની માફક છે. અમે વિમાન કંપની ઇંડિગોને આ ઘટના પર એક રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. 

ડીજીસીએના વધુ એક અધિકારીએ પણ પુષ્ટિ કરી છે આ ઘટનાને લઇને વિમાન કંપની પાસે રિપોર્ટ માંગ્યો છે. અધિકારીએ કહ્યું કે કંગના રનૌત બુધવારે ચંદીગઢ-મુંબઇ ઉડાન દરમિયાન આગળની લાઇનમાં બેસી હતી. ઘણા મીડિયાકર્મી પણ તે ઉડાનમાં સવાર થયા હતા. 

નાગરિક ઉડ્ડયન મંત્રાલાયે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે 25મેના રોજ નિયમ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું. ગંતવ્ય પર આગમન બ આદ મુસાફરને (વિમાનથી) ક્ર્મ અનુસાર જવાની પરવાનગી આપવી જોઇએ જેથી લોકો એકઠા ન થાય.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news