વિદેશમાં Corona ના વધતા કેસને જોતા 28 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (Directorate General of Civil Aviation, DGCA) તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે 28 ફેબ્રુઆરી સુધી કોઈ કોમર્શિયલ ઉડાનો ન તો ભારતની બહાર જશે ન બીજા દેશથી આવી શકે છે.
 

વિદેશમાં Corona ના વધતા કેસને જોતા 28 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (Directorate General of Civil Aviation, DGCA) એ ગુરૂવારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલો પ્રતિબંધ હવે 28 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે. ડીજીસીએનું કહેવું છે કે કોરોના (Corona) ના નવા સ્ટ્રેનના ખતરા અને યુરોપીય દેશોમાં કોરોનાના વધતા પગલાને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. 

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (Directorate General of Civil Aviation, DGCA) તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે 28 ફેબ્રુઆરી સુધી કોઈ કોમર્શિયલ ઉડાનો ન તો ભારતની બહાર જશે ન બીજા દેશથી આવી શકે છે. પરંતુ વંદે માતરમ મિશન હેઠળ ઉડાનોની અવર-જવર યથાવત રહેશે. 

મહત્વનું છે કે દેશમાં કોરોના સંક્રમણની શરૂઆતની સાથે માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ તમામ પ્રકારની ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બાદમાં મેમાં ઘરેલૂ ઉડાનો તો શરૂ કરવામાં આવી પરંતુ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો પર લગાવવામાં આવેલ પ્રતિબંધ સમય સમય પર વધારવામાં આવ્યો. પરંતુ હાલના સમયમાં ઘરેલૂ ઉડાનોના પરિચાલનમાં સતત તેજી આવી રહી છે. ભારતીય વિમાન કંપનીઓએ ઘરેલૂ ઉડાન સંચાલનની સંખ્યાને કોરોનાના પહેલાના સ્તરના મુકાબલે ખુબ વધારી દીધી છે. 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ કરવામાં આવેલી ડોમેસ્ટિક ફ્લાઇટમાં હવે લાખો લોકો મુસાફરી કરી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news