GoFirst flight: લો બોલો! 54 મુસાફરોને લીધા વિના ઉડી ગઈ ગો ફર્સ્ટની ફ્લાઇટ, એ રનવે પર બસમાં જ રહી ગયા...
Go First airline: બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર GoFirstની ફ્લાઇટ 54 મુસાફરોને છોડીને ઉડી ગઈ હતી. આ તમામ લોકો બસ દ્વારા પ્લેન તરફ આવી રહ્યા હતા. જ્યારે એરલાઈન્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. DGCAએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે.
Trending Photos
Go First airline: બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર GoFirstની ફ્લાઇટ 54 મુસાફરોને છોડીને ઉડી ગઈ હતી. આ તમામ લોકો બસ દ્વારા પ્લેન તરફ આવી રહ્યા હતા. જ્યારે એરલાઈન્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. DGCAએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મુસાફરો બેંગલુરુથી દિલ્હી જતી GoFirst ફ્લાઈટ G8-116માં બેસી રહ્યા હતા. મુસાફરોને વિમાનમાં લઈ જવા માટે કુલ ચાર બસો મોકલવામાં આવી હતી. પ્રથમ બે બસો આગળ વધી હતી.
DGCA એ માંગ્યો રિપોર્ટ
આ વિમાન ગો ફર્સ્ટ કંપનીનું હતું. આ વિમાનના 55 મુસાફરો એરપોર્ટ પર રાહ જોઈને બેઠા હતાં. તેઓ શટલ બસમાં વિમાનમાં જવા માટે તૈયાર હતા. પરંતુ વિમાન તો લીધા વગર જ ઉડી ગયું. આ ઘટના અંગે DGCA એ ગો ફર્સ્ટ એરલાઈન પાસે રિપોર્ટ માંગ્યો છે. વિમાનના ઉડાણ ભર્યા બાદ 53 લોકોને અન્ય ફ્લાઈટમાં શિફ્ટ કરી દેવાયા જ્યારે બે મુસાફરોએ રિફંડ માંગ્યુ છે. આ ઘટના બાદ વિમાનમાં મુસાફરી કરવા એરપોર્ટ પહોંચેલા કેટલાક મુસાફરોએ પોતાના સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટના અંગે જાણકારી પણ શેર કરી.
પેસેન્જરે કહ્યું- મિત્રએ ફોન કર્યો, ફ્લાઇટ ઉડી રહી છે, હું બસમાં હતો
મુસાફર સુમિત કુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું- અમે ત્રીજી બસમાં હતા. પહેલી, બીજી અને ચોથી બસ ફ્લાઇટમાં પહોંચી. મારા મિત્રો પણ ચોથી બસમાં બેઠા હતા. તેમાંથી એકે મને ફોન કરીને કહ્યું કે પ્લેન ટેક ઓફ થવાનું છે. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને ગ્રાઉન્ડ ક્રૂને કહેવાનું શરૂ કર્યું કે પ્લેન અમારા વિના જઈ રહ્યું છે. ગ્રાઉન્ડ સ્ટાફને આ અંગે કોઈ માહિતી નહોતી. જ્યારે તેઓએ અમારા બોર્ડિંગ પાસ જોયા, ત્યારે એરપોર્ટ અધિકારીઓ ગડબડથી આશ્ચર્યચકિત થઈ ગયા. મુસાફરોએ તેમની પૂછપરછ શરૂ કરી. આ પછી અધિકારીઓએ મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને બધાને ડિપાર્ચર એરિયાની બહાર લઈ ગયા.
4 કલાક બાદ મુસાફરોને બીજી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, GoFirst ગ્રાઉન્ડના એક કર્મચારીએ કહ્યું કે તમામ 54 મુસાફરોને ફરીથી સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું. આ પછી સોમવારે સવારે 10 વાગ્યે બીજી ફ્લાઈટ દ્વારા તેમને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તમામ મુસાફરો બપોરે 2 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓને તેમની બેગ પરત આપવામાં આવી હતી.
ઊંઘમાં કામ કરી રહી છે એરલાઈન
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. સતીશ કુમાર નામના પેસેન્જરે ટ્વીટ કર્યું. ફ્લાઇટ G8 116 (BLR-DEL) મુસાફરોને જમીન પર છોડીને ઉડી ગઈ! 1 બસમાં 50 થી વધુ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને માત્ર 1 બસમાંથી મુસાફરો સાથે ઉપડ્યા હતા. શું @GoFirstairways @JM_Scindia @PMOIndia ઊંઘમાં કામ કરે છે? કોઈ મૂળભૂત તપાસ નથી!
અન્ય એક Twitter યુઝરે ફરિયાદ કરી અને લખ્યું- બેદરકારીની ઉંચાઈ! @DGCAIndia. હાલમાં, GoFirst એ આ ઘટના પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, એક ટ્વીટના જવાબમાં, એરલાઇન્સે યૂઝર્સને કહ્યું કે તે અસુવિધા માટે દિલગીર છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે