Agnipath Scheme: વર્ષમાં 30 રજા, કેન્ટીન સુવિધા અને વીમા કવચ... વાયુસેનાએ આપી અગ્નિપથ યોજનાની જાણકારી

Agnipath Scheme Detail: અગ્નિપથ યોજનાને લઈને દેશમાં હાહાકાર મચેલો છે. ભારત સરકાર આ યોજનાને લઈને સતત અપડેટ આપી રહી છે. હવે ઈન્ડિયન એરફોર્સે આ વિશે નવી જાણકારી આપી છે. 

Agnipath Scheme: વર્ષમાં 30 રજા, કેન્ટીન સુવિધા અને વીમા કવચ... વાયુસેનાએ આપી અગ્નિપથ યોજનાની જાણકારી

નવી દિલ્હીઃ Detail About Agnipath Scheme: ભારત સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં યુવાઓ રસ્તા પર ઉતરી રહ્યાં છે. દેશના ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનથી લઈને રાજકીય વિરોધ પણ તેમાં સામેલ છે. તો સરકાર આ યોજનાને લઈને સતત લોકોને જાગરૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વિશે વધુ જાણકારી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાએ આ યોજના વિશે વિસ્તૃત જાણકારી પોતાની વેબસાઇટ પર આપી છે. 

વેબસાઇટ પ્રમાણે અગ્નિવીરોને તે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે એક સેનાના જવાનને કરાવવામાં આવે છે. અગ્નિવીર પણ તેવું જીવન જીવશે જેવું એક સૈનિક જીવે છે. આ સિવાય ઘણી સુવિધાઓ આ અગ્નિવીરોને આપવાની વાત કહેવામાં આવી છે. 

જાણો શું લાભ મળશે
- પગારની સાથે હાર્ડશિપ એલાઉન્ટ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટીન સુવિધા તથા મેડિકલ સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે, જેમ એક રેગ્યુલર સૈનિકને મળે છે. ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. 
- વર્ષમાં 30 દિવસની રજા મળશે. મેડિકલ લીવ અલગ છે.
- સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો મૃત્યુ થાય તો વીમા કવચ મળશે. આશરે 1 કરોડ મળશે પરિવારને. 
- ડ્યૂટી દરમિયાન વિકલાંગ થવા પર એક્સ-ગ્રેશિયા 44 લાખ રૂપિયા મળશે. સાથે જેટલી નોકરી બાકી છે તેનો પૂરો પગાર મળશે અને સેવા નિધિ પેકેજ પણ મળશે. 
- અગ્નિવીરોનો કુલ 48 લાખનો વીમો હશે. ડ્યૂટી પર વીરગતિ પ્રાપ્ત થાય તો સરકાર તરફથી એક સાથે 44 લાખ રૂપિયા આપવામાં આવશે અને સેવા નિધિ પેકેજ. આ સિવાય જેટલી નોકરી બાકી છે તેટલો પગાર મળશે. 

- અગ્નિવીરો માટે અન્ય જાહેરાતો
- કોસ્ટગાર્ડ અને ડિફેન્સ PSUsમાં 10% અનામત
- CAPFs અને અસમ રાઇફલ્સમાં 10 ટકા અનામત, ઉંમર મર્યાદામાં 3 વર્ષની છૂટ
- પોલીસ ભરતીમાં પ્રાથમિકતા
- મર્ચેંટ નેવીમાં રોજગારની હોડી, ઇન્ડક્શન માટે 6 નરી રીત જાહેર
- NIOS તરફથી 10મી પાસ અગ્નિવીરો માટે કસ્ટમાઇઝ્ડ કોર્સ જેથી તેને 12નું સર્ટિફિકેટ મળી શકે.
- શિક્ષણ મંત્રાલય ઇન-સર્વિસ ટ્રેનિંગને ક્રેડિટ્સને ગ્રેજ્યુએશન ક્રેડિટ્સના રૂપમાં માન્યતા આપશે.
- IGNOU કસ્ટમાઇઝ્ડ ડિગ્રી કોર્સ લોન્ચ કરશે.
- સર્વિસ દરમિયાન સ્કિલ ઈન્ડિયા સર્ટિફિકેશન
- સરકારી બેન્કો, વીમા ફર્મ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સસ્તા દરે લોન મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news