Sansad TV થઈ લોન્ચ, PM મોદી બોલ્યા- જ્યારે દેશ જુએ છો તો સાંસદોને સારા આચરણની પ્રેરણા મળે છે

લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીના વિલય બાદ સંસદ ટીવીએ આકા લીધો. સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી રવિ કપૂરે કહ્યુ કે, સંસદ ટીવીની રચનાની પ્રક્રિયા આજથી અઢી વર્ષ પહેલા શરૂ થઈ હતી. 

Sansad TV થઈ લોન્ચ, PM મોદી બોલ્યા- જ્યારે દેશ જુએ છો તો સાંસદોને સારા આચરણની પ્રેરણા મળે છે

નવી દિલ્હીઃ Sansad TV: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'સંસદ ટીવી' લોન્ચ કરી છે. આ સાથે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનો વિલય થઈ ગયો છે અને બંને મળીને સંસદ ટીવી બન્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે, આપણી સંસદમાં જ્યારે સત્ર હોય છે, અલગ અલગ વિષયો પર ચર્ચા થાય છે તો યુવાઓ માટે કેટલું જાણવાનું શીખવાનું હોય છે. આપણા માનનીય સભ્યોને જ્યારે ખ્યાલ હોય છે કે દેશ આપણે જોઈ રહ્યો છે તો તેમને પણ સંસદની અંદર સારા આચરણની, સારી ચર્ચાની પ્રેરણા મળે છે. 

તો સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી રવિ કપૂરે કહ્યુ કે સંસદ ટીવીની રચનાની પ્રક્રિયા અઢી વર્ષ પહેલા શરૂ થઈ હતી. સૂર્યપ્રકાશ સમિતિની ભલામણના આધાર પર સંસદ ટીવીએ આકાર લીધો છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, ઝડપથી બદલતા સમયમાં મીડિયા અને ટીવી ચેનલ્સની ભૂમિકા ઝડપથી બદલી રહી છે. 21મી સદી તો વિશેષ રૂપથી સંચાર અને સંવાદ માટે ક્રાંતિ લાવી રહી છે. તેવામાં તે સ્વાભાવિક થાય છે કે આપણા સંસદ સાથે જોડાયેલી ચેનલ પણ આ આધુનિક વ્યવસ્થા પ્રમામે ખુદની ટ્રાન્સફોર્મ કરે. 

— ANI (@ANI) September 15, 2021

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ભારત માટે લોકતંત્ર માત્ર એક વ્યવસ્થા નથી, એક વિચાર છે. ભારતમાં લોકતંત્ર, માત્ર બંધારણીય સ્ટ્રક્ચર નથી, પરંતુ તે એક સ્પિરિટ છે. ભારતમાં લોકતંત્ર માત્ર બંધારણની કલમોનો એક સંગ્રહ નથી, તે આપણી જીવનધારા છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, મારો અનુભવ છે કે 'કન્ટેન્ટ ઇઝ કનેક્ટ' એટલે કે હવે તમારી પાસે સારૂ કન્ટેન્ટ હશે તો લોકો ખુદ તમારી સાથે જોડાય છે. તે વાત જેટલી મીડિયા પર લાગૂ થાય છે એટલી આપણી સંસદીય વ્યવસ્થા પર લાગૂ થાય છે! કારણ કે સંસદમાં માત્ર પોલિટિક્સ નથી, પોલિસી પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news