ઓળખ બદલી સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યા સ્વાસ્થ્ય મંત્રી Mansukh Mandaviya, જાણો કેમ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા છે

ઓળખ બદલી સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચ્યા સ્વાસ્થ્ય મંત્રી Mansukh Mandaviya, જાણો કેમ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એક્શનમાં છે અને સતત અધિકારીઓની સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી 31 ઓગસ્ટની રાત્રે દિલ્હીની (Delhi) એક સરકારી હોસ્પિટલમાં (Government Hospital) ઓળખ બદલ્યા બાદ સારવાર કરાવવા પહોંચ્યા અને હોસ્પિટલની વ્યવસ્થાથી ઘણા પ્રભાવિત થયા છે. ત્યારબાદ તેમણે સારવાર કરનાર ડોક્ટરને (Doctor) બોલાવી મંત્રાલયમાં સન્માનિત કર્યા.

સ્વાસ્થ્ય મંત્રીએ કર્યા ડોક્ટરના વખાણ
મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) ટ્વિટ કરી કહ્યું, 'CGHS સેવાની સિસ્ટમને ચકાસવા માટે હું એક સામાન્ય દર્દી બની દિલ્હીની (Delhi) એક ડિસ્પેન્સરીમાં ગયો. મને ખુશી છે કે ત્યાં કામ કરતા ડોક્ટર (Doctor) અરવિંદ કુમારજીની ડ્યૂટી પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને તેમની સેવાની ભાવના પ્રેરણાદાયી છે. પોતાના કાર્ય પ્રત્યે તેમના સમર્પણની હું પ્રશંસા કરું છું.'

मुझे खुशी हुई कि वहां कार्यरत चिकित्सक अरविंद कुमार जी की ड्यूटी के प्रति कर्तव्यनिष्ठा और उनका सेवा भाव प्रेरित करने वाला है।अपने कार्य के प्रति उनके समर्पण की मैं सराहना करता हूँ। pic.twitter.com/xxdM2WWGvS

— Mansukh Mandaviya (@mansukhmandviya) September 2, 2021

બીજા દિવસે ડોક્ટરનું કરવામાં આવ્યું સન્માન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister) મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) સારવાર કરનાર ડોક્ટર (Doctor) અરવિંદ કુમારને બીજા દિવસે મંત્રાલયમાં બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું. ડોક્ટરને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ (Health Minister) કહ્યું કે, 'તમારી નમ્રતા, કુશળતા અને કામ પ્રત્યેનું સમર્પણ દેશભરના તમામ ડોકટરો માટે પ્રેરણા છે.'

પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીએ (Health Minister) લખ્યું, 'જો દેશના તમામ CGHS ડોક્ટરો, અન્ય ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમની પાસે આવતા દર્દીઓની સમાન સંવેદનશીલતા સાથે સારવાર કરે, તો આપણે સાથે મળીને પ્રધાનમંત્રી મોદીનું 'સ્વસ્થ ભારત'નું સ્વપ્ન પૂરું કરી શકીશું.

His letter reads "Your politeness, expertise & devotion to work is inspiring to all doctors across the country" pic.twitter.com/hMgTHils80

— ANI (@ANI) September 2, 2021

ટીબી સામેની લડાઈની કરી સમીક્ષા
ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાતચીત કરી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ટીબીને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલા મહત્વના કામમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બેઠકમાં છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવ, બિહારથી મંગલ પાંડે, હરિયાણાથી અનિલ વિજ, દિલ્હીથી સત્યેન્દ્ર જૈન, મહારાષ્ટ્રમાંથી રાજેશ ટોપે અને અન્ય રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ ભાગ લીધો હતો. ટીબીને નાબૂદ કરવા માટે, સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને નિયમિત વાતચીત કરવાનું સૂચન કર્યું જેથી આ દિશામાં થઈ રહેલા કામની ચર્ચા થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news