દિલ્હીમાં પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે, 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવા આદેશ

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી 'પર્યાવરણ પ્રદૂષણ રોકથામ અને નિયંત્રણ સત્તામંડળ' (Environment Pollution (Prevention and Control) Authority- EPCA) દ્વારા સમગ્ર વિસ્તારમાં 'જાહેર આરોગ્ય કટોકટિ' (Public Health Emergency) જાહેર કરવામાં આવી છે.

દિલ્હીમાં પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે, 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવા આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં(Delhi) વધતા જઈ રહેલા પ્રદૂષણના(Pollution) કારણે રાજ્ય સરકારે 5 નવેમ્બર સુધી શાળાઓ બંધ(School Closed) રાખવા આદેશ અપાયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(CM Arvind Kejriwal) ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આગામી 24 થી 48 કલાક સુધી ધૂમ્મસ રહેવાની સંભાવના છે. 3 નવેમ્બર પછી દિલ્હી-એનસીઆરના લોકોને પ્રદૂષણમાં થોડી રાહત મળી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી 'પર્યાવરણ પ્રદૂષણ રોકથામ અને નિયંત્રણ સત્તામંડળ' (Environment Pollution (Prevention and Control) Authority- EPCA) દ્વારા સમગ્ર વિસ્તારમાં 'જાહેર આરોગ્ય કટોકટિ' (Public Health Emergency) જાહેર કરવામાં આવી છે. EPCAના ચેરમેન ભુરેલાલે જણાવ્યું કે, "અમારું વિશ્લેષણ જણાવે છે કે, ફટાકડાના કારણે રાત્રે 7 કલાક પછી પ્રદૂષણ વધ્યું છે. દિલ્હીનું પોતાનું સ્થાનિક પ્રદૂષણ પણ છે અને સાથે જ સ્થાનિક બાંધકામ ક્ષેત્રનું પણ યોગદાન છે. તમામ નિર્માણ કાર્ય, સોસાયટીમાં વિજળીના જનરેટર ચાલુ કરી શકાશે નહીં."

આરોગ્ય કટોકટી જાહેર કરવાની શા માટે જરૂર પડી?
EPCAના ચેરમેન ભુરેલાલે જણાવ્યું કે, "વર્તમાનમાં દિલ્હીના વાતાવરણની જે પરિસ્થિતિ છે, તેની બાળકો પર સૌથી ખરાબ અસર થાય છે. ખેતરોમાં ઠૂંઠા સળગાવાનું કામ ચરમસીમાએ પહોંચ્યું છે. કેન્દ્ર સરકારે એક મોટી રકમ એ વસ્તુઓ માટે આપી છે, જેના માટે ઠૂંઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ગામડાઓમાં પણ ઠૂંઠા સળગાવાના કારણે પ્રદૂષણ વધ્યું છે. આ સળગાવેલા ઠૂંઠા અનેક રીતે ઉપયોગમાં લેવાય છે."

દિલ્હી પર છવાયેલા પ્રદૂષણના કારણે EPCA તરફથી દિલ્હી-એનસીઆરના 19 સ્થાનોને ખાસ ચિન્હિત કરાયા છે. આ સ્થળોએ પ્રદૂષણને નિયંત્રણ રાખવા માટે EPCA ખાસ ધ્યાન રાખશે. ખાસ પ્લાન અંતર્ગત પોલ્યુશન હોટસ્પોટની દરેક દિવસે EPCAને માહિતી આપવામાં આવશે. 

દિલ્હીના 14 હોટસ્પોટ 
ઓખલા ફેઝ-2, દ્વારકા, બવાના, અશોક વિહાર, નરેલા, મુંડકા, પંજાબી બાગ, વઝીરપુર, રોહિણી, વિવેક વિહાર, આનંદ વિહાર, આર.કે. પુરમ, જહાંગીરપુરી, માયાપુરી 

હરિયાણામાં 3 હોટસ્પોટ
ફરીદાબાદ 1 અને 2, બહાદ્દુરગઢ, ગુડગાંવ (ઉદ્યોગ વિહાર)

ઉત્તર પ્રદેશ
સાહીબાબાદ

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news