દિલ્હી પોલીસે જેને આતંકવાદી ગણાવ્યા, તે પાક.ના વિદ્યાર્થી નિકળ્યાં

દિલ્હી પોલીસ દ્વારા તસ્વીર જાહેર કરીને તે બંન્નેની કોઇ માહિતી મળે તો પહાડગંજ પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું

દિલ્હી પોલીસે જેને આતંકવાદી ગણાવ્યા, તે પાક.ના વિદ્યાર્થી નિકળ્યાં

નવી દિલ્હી : દિલ્હી પોલીસે હાલમાં જ જે બે યુવકોની તસ્વીર બહાર પાડીને તેમને શંકાસ્પદ આતંકવાદી ગણાવ્યા હતા પાકિસ્તાની મીડિયાએ તેમને પાકિસ્તાની વિદ્યાર્થીઓ ગણાવ્યા હતા. દિલ્હી પોલીસે બંન્નેને દેશની રાજધાનીમાં ઘુસ્યા હોવાની આશંયા વ્યક્ત કરી હતી. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે દિલ્હી પોલીસે પોતાની એડ્વાઇઝરીમાં જે બે યુવકોને આતંકવાદી ગણાવ્યા છે તેઓ પાકિસ્તાની વિદ્યાર્થી છે. 

રિપોર્ટ અનુસાર પાકિસ્તાને કન્ફર્મ કર્યું છે કે ,તસ્વીરમાં જોવા મળી રહ્યું છે તે બંન્ને વિદ્યાર્થી તૈય્યબ અને નદીમ છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને પોલીસ દ્વારા કરાયેલી જાહેરાત બાદ પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો કે આ બંન્ને ફૈસાબાદનાં વિદ્યાર્થી છે. ત્યાર બાદ સોમવારે બંન્ને વિદ્યાર્થીઓએ ફૈસાબાદમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી. આ દરમિયાન તેમણે પોતાનાં આતંકવાદી હોવાનાં દાવાને ખોટા ઠેરવીને કહ્યું કે, અમે પાકિસ્તાનમાં છીએ અને ક્યારે પણ ભારત ગયા નથી. 

પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, 11 નવેમ્બરે રાયવિંડ ઇજ્તિમાં દરમિયાન તેઓ લાહોર ગયા હતા અને આ તસ્વીરો તે સમયની છે જ્યારે તેઓ ગંડા સિંહ બોર્ડર પર હતા. તેમણે કહ્યું તેમને આભાર નથી કે તેમની તસ્વીરો કોણે સોશિયલ મીડિયા પર શેર કરી ત્યાર બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. એક સવાલનાં જવાબમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, જો દુશ્મન ડરી રહ્યો હોય તો તેમને ડરવા દઇએ. 

મદરેસાના મુખિયાએ કહ્યું કે, તૈય્યબ અને નદીમ જામિયા ફૈસલાબાદમાં તલીમત એ ઇશ્લામિયાનાં વિદ્યાર્થી છે અને ક્યારે પણ ભારત નથી ગયા. તેમણે કહ્યું કે, તેમનાં વિદ્યાર્થીઓ કોઇ રાજનીતિક દળ અને ધાર્મિક દળ સાથે જોડાયેલા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પોલીસે બંન્નેની તસ્વીર ઇશ્યું કરી હતી જેમાં બંન્ને યુવકોએ કુર્તો અને પાયજામો પહેરેલો હતો. માથા પર ટોપી હતી. તસ્વીરમાં બંન્ને યુવક એક માઇલસ્ટોનના પથ્થર પર ટેંક લઇને ઉભા હતા. જેમાં ઉર્દુમાં લખ્યું હતું. દિલ્હી 360 અને ફિરોજપુર 9 કિલોમીટર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news