આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોને જવાબદારી સોંપાઇ
કોંગ્રેસના હોદ્દેદારોને રાજ્યમાંથી 50 કરોડનું ફંડ ભેગું કરવું અને બુથ દીઠ 11 હજારનું ફંડ નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદઃ કોંગ્રેસે જાહેર કરેલા જમ્બો સંગઠનના હોદ્દેદારોની પ્રથમ બેઠક આજે રાજીવગાંધી ભવન ખાતે યોજાઈ હતી. બેઠકમાં મહામંત્રી અને મંત્રીઓને લોકસભા, વિધાનસભા અને શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ પ્રભારીએ તમામને આકરા શબ્દોમાં કહ્યું કે, જે હોદ્દેદાર જવાબદારી પૂર્ણ નહીં કરે તો બે મહિનામાં રિપોર્ટ બાદ તેમને સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે તમામને હોદ્દેદારોને મંગળવારથી એક મહિનામાં પ્રવાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સાથે કોંગ્રેસે જનસંપર્ક અભિયાનની મુદ્દત ડિસેમ્બર સુધી વધારી છે. જેમાં જિલ્લા સ્તરે યોજનારા કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારોએ ફરજીયાત હાજરી આપવાનું કહેવામાં આવ્યું છે. તો રાજ્યમાંથી 50 કરોડનું ફંડ ભેગું કરવું અને બુથ દીઠ 11 હજારનું ફંડ નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે.
તો કોંગ્રેસે નવી ટીમ મંગળવારથી કામમાં લાગી જશે તેવી આશા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના શિર્ષ નેતૃત્વનું કહેવું છે કે, જે હોદ્દેદાર કામ નહીં કરે તેની પાસેથી જવાબદારી પરત લઈ લેવામાં આવશે. આ સાથે સંકલનની જવાબદારી સીનિયર નેતાઓને આપવામાં આવી છે. જે લોકો લોકસભા, વિધાનસભા, તાલુકા-જિલ્લા કે કોર્પોરેશનમાં કામ કરશે તેમને જ ટિકિટ આપવામાં આવશે.
આ બેઠકમાં શહેર, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનું કાર્ય બરાબર ન થતું હોવાની વાત વણ સામે આવી હતી. જેને લઈને પક્ષે તેમને કામ કરવાનો આદેશ કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આદેશ કર્યો કે, તમામ કાર્યકરો એક થઈને ચૂંટણી લડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે