દિલ્હીમાં ભરબજારમાં કોઈ મહિલાનું માથું કાપેલું અર્ધનગ્ન ધડ બોક્સમાં ફેંકી ગયું

દિલ્હીના જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પાસે એક બોક્સમાંથી ભયંકર દુર્ગંધ મારી રહી હતી, આથી લોકોએ પોલીસને બોલાવી. પોલીસે આવીને જ્યારે આ બોક્સ ખોલ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, બોક્સમાં એક મહિલાની અર્ધનગ્ન અવસ્થામાં લાશ હતી, પરંતુ તેનું માથું જ ગાયબ હતું 

દિલ્હીમાં ભરબજારમાં કોઈ મહિલાનું માથું કાપેલું અર્ધનગ્ન ધડ બોક્સમાં ફેંકી ગયું

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી દેશમાં બળાત્કારની નગરી તરીકે કુખ્યાત થયેલી છે. આ ઉપરાંત પણ દેશનું પાટનગર હોવા છતાં અહીં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ બનતી હોય છે અને આ ઘટનાઓ પણ ચોંકાવી દેનારી હોય છે. હજુ થોડા દિવસ પહેલા જ શહેરમાં ખુલ્લા બજારમાં ગોળીબારની ઘટના બની હતી. હવે તાજા ઘટનાક્રમમાં દિલ્હીના જહાંગીરપુરી મેટ્રો સ્ટેશનથી કેટલાક ડગલા દૂર આવેલા મારૂતિ સુઝુકીના શોરૂમ પાસે એક બંધ બોક્સમાંથી મહિલાની માથું કપાયેલી લાશ મળી છે.

આ ઘટના શનિવાર બપોરે 3 કલાકની આસપાસની છે. અહીં રહેલી એક સાઈકલ પર બાંધેલા એક બોક્સમાંથી ભંયકર દુર્ગંધ મારી રહી હતી. આથી લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ બોક્સ જ્યારે પોલીસે ખોલાવ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ આ બોક્સમાં એક મહિલાની લાશ હતી, પરંતુ તેનું માથું જ ગાયબ હતું. આ મહિલા અર્ધનગ્ન અવસ્થામાં હતી. લાશને જોતાં એવું અનુમાન છે કે મૃતક મહિલાની ઉંમર 35 વર્ષની આસપાસ હશે. 

હવે, પોલીસ સામે સૌથી મોટો પડકાર આ મૃતક મહિલાની ઓળખ કરવાનો છે. પોલીસે બોક્સને કબ્જામાં લઈને મૃતદેહને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને સમગ્ર કેસની તપાસ ચાલુ કરી છે. 

વિસ્તારના સીસીટીવીમાં તપાસ
પોલીસે મહિલાની લાશ જે સાઈકલ પરથી મળી તેને કબ્જામાં લીધી છે. સાથે જ આજુ-બાજુના વિસ્તારમાં લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે. મહિલાની આટલી નિર્દયી રીતે હત્યા કોણે કરી, હત્યારો કોણ છે અને મહિલા ક્યાંની રહેવાસી છે તેની તપાસ પોલીસ કરી રહી છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news