સુરત: ST કન્ડક્ટરે મુસાફરને બેફામ ગાળો ભાંડી, મારામારીનો વીડિયો વાયરલ

સુરત-રાજપીપળાની બસના ST કંડક્ટરની બસમાં જ બેઠેલા એક મુસાફર સાથે તકરાર થઈ હતી. જેમાં બસ કન્ડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી બાદ તેમાં મામલો વધુ બિચક્યો હતો.

સુરત: ST કન્ડક્ટરે મુસાફરને બેફામ ગાળો ભાંડી, મારામારીનો વીડિયો વાયરલ

તેજશ મોદી, સુરત: સુરતમાં સરકારી અધિકારીની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સુરત-રાજપીપળાની બસના ST કંડક્ટરની બસમાં જ બેઠેલા એક મુસાફર સાથે તકરાર થઈ હતી. જેમાં બસ કન્ડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી બાદ તેમાં મામલો વધુ બિચક્યો હતો. અને તે સમયે ST કંડક્ટરે સરકારી અધિકારી હોવાનો રોફ બતાવ્યો હતો. સાથે જ તેણે મુસાફર સાથે દાદાગીરી કરતાં ગાળાગાળી પણ કરી હતી.

એટલું જ નહીં તેણે મારામારી કરીને મુસાફરને બસમાંથી નીચે ઉતારી દીધો હતો. મુસાફરી કરી રહેલી મહિલાઓ પણ કન્ડક્ટરને સમજાવી રહી હતી. આસપાસનાં મુસાફરો પણ અભદ્ર શબ્દો ન બોલવા અને મુસાફરોને ન મારવા કન્ડક્ટરને સમજાવી રહ્યાં હતાં. પરંતુ તે માની જ રહ્યો ન હતો.

જોકે બસમાં હાજર બીજા મુસાફરો આ સમગ્ર ઘટનાનો કેમેરામાં કેદ કરી લેતા તેનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ હાલ સુરત એસટી વિભાગે આ કન્ડક્ટર ક્યાનો છે અને કેમ તે આ માર મારી રહ્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે અને કન્ડક્ટર પર કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news