મૌલાના સાદની કોરોના રિપોર્ટ ખોટી? જાણો દિલ્હી પોલીસ આ અંગે શું કહ્યું
Trending Photos
નવી દિલ્હી : મૌલાના સાદ (Maulana Saad) જાકિર નગરમાં પોતાના સંબંધિઓનાં ઘરે ક્વોરોન્ટિનમાં હતા, ક્વોરન્ટિન પીરિયર પુર્ણ થયા બાદ તેનો દાવો છે કે, તેની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે દિલ્હી પોલીસે સાદને કહ્યું કે, તેઓ સરકારી હોસ્પિટલમાંથઈ ટેસ્ટ કરાવીને પોતાનાં રિપોર્ટની કોપી પોલીસની પાસે મોકલાવ્યા હતા.
દિલ્હી પોલીસ અત્યાર સુધી મૌલાના સાદનાં ત્રણ પુત્ર સહિત કુલ 17 લોકોની પુછપરછ કરી ચુક્યા છે. ઇડીએ પણ મરકઝનાં હવાલાથી કનેક્શન મુદ્દે સાદનાં 5 ખુબ જ નજીકનાં લોકોને 21 અને 22 એપ્રીલે પુછપરછ કરી છે. ક્રાઇમ બ્રાંચની એક ટીમ મૌલાના સાદની સંપ્તિ અને પ્રોપર્ટીની તપાસ કરી રહ્યા છે. આ માટે ક્રાઇમ બ્રાંચની ટીમ મૌલાના સાદની સંપત્તી અને પ્રોપર્ટીની તપાસ કરી રહી છે. એટલા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ શામલી ના કાંધલા ખાતેના તેના ફાર્મ હાઉસ ખાતે ગઇ હતી.
દિલ્હી પોલીસ અને ઇડીને પોતાની તપાસમાં માહિતી મળી છે કે, 849 વિદેશી નાગરિક આ વર્ષે મરકઝનાં વાર્ષિક કાર્યક્રમમાં આવ્યા હતા. જે ત્યાર બાદ દેશનાં અલગ અલગ રાજ્યોમાં રહેનારા પોતાના સંબંધિતઓના ઘરે ફંડ એકત્ર કરવા માટે જતા રહ્યા હતા. તેમાથી ઘણા લોકોની હજી પણ પોલીસ શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે