અક્ષયકુમારની 'લક્ષ્મી બોમ્બ' લોકડાઉન હોવા છતાં થશે રિલીઝ, જાણો વિગતો 

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમાર અને કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને એક મોટા ખુશખબર સામે આવ્યાં છે. જ્યાં ગત મહિને લોકડાઉનના કારણે અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીની રાહ જોતા ચાહકો નિરાશ થયા ત્યાં હવે મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બ કોરોના વાયરસના લોકડાઉનમાં પણ રિલીઝ કરવાની વાત સામે આવી રહી છે. 
અક્ષયકુમારની 'લક્ષ્મી બોમ્બ' લોકડાઉન હોવા છતાં થશે રિલીઝ, જાણો વિગતો 

નવી દિલ્હી: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમાર અને કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને એક મોટા ખુશખબર સામે આવ્યાં છે. જ્યાં ગત મહિને લોકડાઉનના કારણે અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીની રાહ જોતા ચાહકો નિરાશ થયા ત્યાં હવે મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બ કોરોના વાયરસના લોકડાઉનમાં પણ રિલીઝ કરવાની વાત સામે આવી રહી છે. 

ફિલ્મ લક્ષ્મી બોમ્બની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ કોરોના વાયરસ લોકડાઉનના કારણે ફિલ્મની રિલીઝ પર બ્રેક લાગી ગયો છે અને થિયેટર્સ પર તાળું. પરંતુ અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ ફિલ્મના નિર્માતા પોતાના દર્શકોને ખુશ કરવા માટે કમર કસી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મને નિર્માતાઓ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની કોશિશમાં લાગ્યા છે. એટલે કે આ ફિલ્મને કોરોના વાયરસના લોકડાઉનના કારણે થિયેટરની જગ્યાએ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારીઓ થઈ રહી છે. 

જુઓ LIVE TV

આ રિપોર્ટનું માનીએ તો અક્ષયકુમાર અને નિર્દેશક રાઘવ લોરેન્સ આ અંગે ઓટીટી કંપની સાથે વાતચીત કરીને રિલીઝની તારીખ પર ચર્ચા કરી રહ્યાં છે. આ અહેવાલનું માનીએ તો ફિલ્મનું હજુ પણ પોસ્ટ પ્રોડક્શન કામ બાકી છે. આ ફિલ્મનું શુટિંગ તો પૂરું થઈ ગયું છે. ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ હવે વર્ક ફ્રોમ હોમ ફોર્મેટ પર ચાલુ છે. જો બધુ ઠીક રહ્યું તો કદાચ અક્ષયના ચાહકો આ ફિલ્મ જૂનમાં જોઈ શકશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news