ભારતના જેમ્સ બોન્ડની સુરક્ષા પર ખતરો, ડોભાલના ઘરમા ઘૂસ્યો બેંગલુરનો શખ્સ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં આજે એક કારમાં સવાર શખ્સે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે પોતાના હેતુમાં સફળ થઈ શક્યો ન હતો. ગેટ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો

ભારતના જેમ્સ બોન્ડની સુરક્ષા પર ખતરો, ડોભાલના ઘરમા ઘૂસ્યો બેંગલુરનો શખ્સ

ઝી મીડિયા/બ્યૂરો :રાષ્ટ્રીય સુરક્ષઆ સલાહકાર અજીત ડોભાલની સુરક્ષામાં મોટી ભૂલનો મામલો સામે આવ્યો છે. આજે સવારે એક શખ્સે કાર લઈને ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યા હાજર સુરક્ષા કર્મચારીઓએ યોગ્ય સમય પર જ તેને પકડી લીધો હતો. હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. 

બોડીમા ચિપ હોવાની કહી વાત
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડમા લેવાયેલો શખ્સ બબડી રહ્યો હતો કે તેની બોડીમાં ચિપ લગાવી દીધી છે અને તેને રિમોટથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યુ છે. જોકે, તપાસમા તેની બોડીમા કોઈ પ્રકારની ચિપ મળી નથી. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરર યુનિટ, સ્પેશિયલ સેલ એ શખ્સ સાથે પૂછપરછ કરી રહી છે. 

આતંકીઓની નિશાન પર છે ડોભાલ
અજીત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. તેમના પર પાકિસ્તાન અને ચીનની નજર છે. ડોભાલ અનેક આતંકી સંગઠનોના નિશાન પર પણ છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકીઓ પાસે ડોભાલના ઓફિસની રેકી કરાયાનો વીડિયો મળ્યો હતો. આ વીડિયોને આતંકીએ પોતાના પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. તેના બાદ ડોભાલની સુરક્ષા વધારી દેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news