Delhi Metro માં આ શું થઈ રહ્યું છે? માસ્ટરબેશન બાદ હવે કપલ 'ગંદી હરકત' કરતું જોવા મળ્યું!

Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રોમાં એવી એવી અશ્લીલ હરકતોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે શરમના માર્યા માથું ઝૂકી જાય. બિકિની ગર્લ અને ત્યારબાદ માસ્ટરબેશનના વીડિયો વાયરલ થયા પછી હવે એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક કપલ એટલું શરમજનક કામ કરતું જોવા મળ્યું છે 

Delhi Metro માં આ શું થઈ રહ્યું છે? માસ્ટરબેશન બાદ હવે કપલ 'ગંદી હરકત' કરતું જોવા મળ્યું!

Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રોમાં એવી એવી અશ્લીલ હરકતોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે શરમના માર્યા માથું ઝૂકી જાય. બિકિની ગર્લ અને ત્યારબાદ માસ્ટરબેશનના વીડિયો વાયરલ થયા પછી હવે એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક કપલ એટલું શરમજનક કામ કરતું જોવા મળ્યું છે જાણીને તિરસ્કાર છૂટી જાય. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ચાલુ ટ્રેનમાં રેકોર્ડ કરાયો છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો જ છે કે નહીં કારણ કે તેના બેકગ્રાઉન્ડમાં ફક્ત મેટ્રોનો દરવાજો જોવા મળી રહ્યો છે. ZEE 24 Kalak આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ
દિલ્હી મેટ્રોની અંદર આવી  હરકતોએ લોકોને શર્મસાર કરી નાખ્યા છે. સામાન્ય માણસોનું હવે મેટ્રોમાં સફર કરવું મુશ્કેલ બન્યું છે. કપલનો આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આક્રોશમાં આવ્યા છે અને દિલ્હી મેટ્રો ઉપરાંત પોલીસને પણ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. 

મેટ્રોની અંદર ઓરલ સેક્સ કરતું જોવા મળ્યું કપલ
અત્રે જણાવવાનું કે જે વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે તેમાં એક કપલ મેટ્રોમાં ઓરલ સેક્સ કરતું જોવા મળી રહ્યું છે. વાઈરલ થઈ રહેલા આ 6 સેકન્ડના વીડિયોમાં પીઠ પર કાળી બેગ લટકાવીને ઊભો છે જ્યારે તેની પાર્ટનર ઘૂંટણીયે બેસીને તેની સાથે ઓરલ સેક્સ કરતી જોવા મળે છે. મેટ્રોમાં અન્ય કોઈ મુસાફર જોવા મળતા નથી. પરંતુ સોશિયલ મીડિયામાં એવો દાવો થઈ રહ્યો છે કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. 

દિલ્હી મહિલા આયોગે મોકલી નોટિસ
દિલ્હી મેટ્રોમાં માસ્ટરબેશનનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગે ટ્વીટ કરીને કહ્યું કે એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દિલ્હી મેટ્રોમાં બેશર્મીથી માસ્ટરબેટ કરી રહેલો જોવા મળે છે. આ ધૃણાસ્પદ છે. હું દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોને આ શરમજનક કૃત્ય વિરુદ્ધ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે નોટિસ પાઠવી રહી છું. 

— Swati Maliwal (@SwatiJaiHind) April 28, 2023

વાયરલ વીડિયો પર DMRCનું નિવેદન
દિલ્હી મેટ્રો કોર્પોરેશને વાયરલ વીડિયો પર  પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. DMRC એ કહ્યું કે અમે દિલ્હી મેટ્રોમાં મુસાફરોને મુસાફરી દરમિયાન જવાબદારીપૂર્વક વ્યવહાર કરવાની અપીલ કરીએ છીએ. જો કોઈ પણ મુસાફરને મેટ્રોમાં આ પ્રકારના આપત્તિજનક વ્યવહાર કરતા જોવા મળે તો તેમને અપીલ છે કે તેઓ તરત જ કોરિડોર, સ્ટેશન, ટાઈમ વગેરેનું વિવરણ DMRC ને આપે અને હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news