અંજલિ હત્યા કેસમાં 11 પોલીસકર્મી સસ્પેન્ડ : ફરજ પર બેદરકારીનો છે આરોપ

Delhi Kanjhawala Case : બે સબ-ઈન્સ્પેક્ટર, ચાર અસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા, આ તમામ કર્મચારી એ રુટ પર ડ્યુટી પર હતા, જ્યાં અંજલિનો અકસ્માત થયો હતો

અંજલિ હત્યા કેસમાં 11 પોલીસકર્મી સસ્પેન્ડ : ફરજ પર બેદરકારીનો છે આરોપ

Kanjhawala Case : દિલ્હીના કંઝાવાલા કેસમાં દિલ્હી પોલીસે મોટું એક્શન લીધું છે. ગૃહમંત્રાલયના આદેશ બાદ ત્રણ પીસીઆરમાં તૈનાત 11 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રોહિણી જિલ્લાના 11 પોલીસ કર્મચારીઓે સસ્પેન્ડ કરવામા આવ્યા છે. જેમાં બે સબ-ઈન્સ્પેક્ટર, ચાર અસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. આ તમામ પર ફરજમાં બેદરકારી કરવાનો આરોપ છે. આ તમામ કર્મચારી એ રુટ પર ડ્યુટી પર હતા, જ્યાં અંજલિનો અકસ્માત થયો હતો. 

31 ડિસેમ્બરની રાતે અંદાજે 1.30 કલાકે અંજલિનો અકસ્માત થયો હતો. અંજલિ સ્કૂટી લઈને ઘરે જઈ રહી હતી, ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. જેના બાદ તે 12 કિમી સુધી ઢસડાઈ હતી. અંતે તેનુ મોત નિપજ્યુ હતું. 

ગૃહમંત્રાલયને સોંપાયો રિપોર્ટ
દિલ્હીના કંઝાવલા કેસમાં પોલીસે ગૃહ મંત્રાલયે 12 જાન્યુઆરીએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે ઘટનાસ્થળની આસપાસ વર્તમાન ત્રણ પોલીસ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે આ સાથે તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહીની પણ ભલામણ કરવામાં આવી છે. ભલામણ સ્વીકારીને ગૃહ મંત્રાલયે પોલીસને કાર્યવાહી કરવા જણાવાયું હતં. આ સિવાય રિપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે જે તે વિસ્તારના સુપરવાઈઝર સામે શિથિલતાના કારણે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે અંજિલ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે ઝડપી ટ્રાયલ ચલાવવા માટે પણ કહ્યું છે. અંજલિ સિંહના સ્કૂટરને ટક્કર માર્યા બાદ એક કાર તેને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી લગભગ 12 કિલોમીટર સુધી ખેંચી ગઈ. આ ઘટનામાં પીડિત મહિલાનું મોત થયું હતું.

આ પણ વાંચો : 

આ લોકોની થઈ ધરપકડ?
દિલ્હી પોલીસે આ કેસમાં પહેલા દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), કૃષ્ણ  મિથુન (27) અને મનોજ મિત્તલની ધરપકડ કરી હતી. બાદમાં બે લોકો આશુતોષ અને અંકુશ ખન્નાની આરોપીઓનો બચાવ કરવાના આરોપમાં પકડવામાં આવ્યા હતા. 

અંજલિની સાથે હાજર નિધિ શું બોલી?
મૃતક અંજલિની સાથે અંતિમ સમયમાં સ્કૂટી પર નિધિ હાજર હતી. તેણે જણાવ્યું કે અકસ્માતવાળી રાત્રે કારે સ્કૂટીને ટક્કર મારી અને પછી અંજલિને કાઢવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યાં બાદ આરોપીઓ તેને ઢસડીને લઈ ગયા હતા. નિધિ એક સાઇડમાં પડી ગઈ હતી. ત્યારબાદ તેને સવાલ કરવામાં આવ્યો કે તેણે પોલીસને ઘટનાની જાણ કેમ ન કરી તો નિધિએ જવાબ આપ્યો કે તે ડરી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news