મનિષ સિસોદિયાએ રજૂ કર્યું દિલ્હી સરકારનું બજેટ, કહ્યું- 5 વર્ષમાં 20 લાખ નોકરી આપીશું
રાજધાની દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા વર્ષ 2022-23નું બજેટ વિધાનસભામાં રજૂ થયું. દિલ્હીના નાણામંત્રી મનિષ સિસોદિયાએ બજેટ રજૂ કરતા કહ્યું કે હું આ સદનમાં આ વખતે રોજગાર બજેટ રજૂ કરવા જઈ રહ્યો છું.
Trending Photos
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા વર્ષ 2022-23નું બજેટ વિધાનસભામાં રજૂ થયું. દિલ્હીના નાણામંત્રી મનિષ સિસોદિયાએ બજેટ રજૂ કરતા કહ્યું કે હું આ સદનમાં આ વખતે રોજગાર બજેટ રજૂ કરવા જઈ રહ્યો છું. આ અગાઉ અમે શિક્ષણ, સ્વાસ્થ્ય અને દેશભક્તિનું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટથી અમે દિલ્હીમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ નોકરીઓ પેદા કરીશું.
સરકારના કામ ગણાવ્યા
નાણામંત્રી મનિષ સિસોદિયાએ પોતાની સરકારમાં થયેલા વિકાસ કાર્યોને ગણાવતા કહ્યું કે આજે 7 બજેટના કારણે શાળાઓ, હોસ્પિટલો, સારા થયા છે. રસ્તાઓ અને મેટ્રો લાઈનનો વિકાસ થયો છે. મહિલા સુરક્ષાને પ્રોત્સાહન મળ્યું છે અને યુવાઓને વાઈફાઈ મળ્યું છે.
આ રોજગાર બજેટ છે
તેમણે કહ્યું કે હું આ સદનમાં આ વખતે રોજગાર બજેટ રજૂ કરવા જઈ રહ્યો છું. ગત 7 વર્ષના સફળ બજેટના ફળ સ્વરૂપ દિલ્હીમાં એક લાખ 78 હજાર યુવાઓને રોજગારી અપાઈ, 51,307 પાક્કી સરકારી નોકરી અપાઈ. જે DSSSB ની પરીક્ષાથી અપાઈ, ગત 9 વર્ષમાં નહિવત નોકરીઓ અપાઈ. અમને કહેવાયું કે આ પદોને ભરવામાં 38 વર્ષ લાગશે. પરંતુ અમે 7 વર્ષમાં કરી દીધુ. આ આંકડા તો ફક્ત સરકારી નાોકરીઓના જ છે.
2047 સુધી દિલ્હીના લોકોની આવક સિંગાપુર જેટલી થઈ જશે
તેમણે કહ્યું કે ગત વર્ષે દેશભક્તિનું બજેટ હતું. અમે આ આઠમા બજેટમાં વેપાર અને લોકોને રાહત આપવાનો પ્રસ્તાવ લાવ્યા છીએ. દિલ્હીમાં વેપારીઓ માટે ઝીરો રેડ પોલીસી લાગૂ છે, દિલ્હીમાં કોવિડથી ખુબ નુકસાન થયું. પરંતુ સરકારે ત્યારે પણ વેપારીઓને મદદ આપી. તેમણે કહ્યું કે 2047 સુધીમાં દિલ્હીના લોકોની આવક સિંગાપુર બરાબર કરવાનું સપનું પૂરું કરવા માટે આ બજેટ રજૂ કરી રહ્યો છું.
દિલ્હીના લોકોની સરેરાશ આવકમાં 16.8 ટકાનો વધારો
નાણામંત્રીએ કહ્યું કે દિલ્હીની અર્થવ્યવસ્થા કોવિડથી ધીમે ધીમે ઉભરી રહી છે. દિલ્હીની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રનું મોટું યોગદાન છે. દિલ્હીના લોકોની સરેરાશ આવતમાં 16.8 ટકાનો વધારો થયો. તેમણે કહ્યું કે વર્ષ 2022-23 માટે 75,800 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી રહ્યો છું. તે 2014-15ના 30,940 કરોડના બજેટથી અઢી ગણું છે.
દિલહીમાં લાગશે હોલસેલ ફેસ્ટિવલ
મનિષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં રિટેલ ફેસ્ટીવલ લગાવીશું. હોલ સેલ માટે દિલ્હી હોલ સેલ ફેસ્ટિવલ લગાવીશું, ગાંધી નગર માર્કેટનું નવું હબ બનશે. ઈલેક્ટ્રિક સિટી, ગ્રીન એનર્જી, અને દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું પણ આયોજન કરીશું. દિલ્હીમાં રોજગાર ઓડિટ કરીશું. તેમણે કહ્યું કે નાના નાના સ્થાનિક બજારોને ગ્રાહકો સાથે જોડવા માટે દિલ્હી બજાર પોર્ટલ શરૂ કરીશું. ગાંધીનગર જે એશિયાનું સૌથી મોટું વસ્ત્ર વેપાર કેન્દ્ર છે તેને દિલ્હી ગારમેન્ટ હબ તરીકે ડેવલપ કરીશું. નવી સ્ટાર્ટઅપ પોલીસિ સરકાર લઈને આવી રહી છે અને આ નવી પોલીસી હેઠળ નોકરી માંગવા માટે ઊભેલી વસ્તીને નોકરી આપનારી વસ્તીમાં ફેરવવાની છે. તેમણે કહ્યું કે હોલસેલ માટે હું 250 કરોડ રૂપિયાનો પ્રત્સાવ રજૂ કરું છું.
તેમણે કહ્યું કે ગાંધી નગર માર્કેટનું રોજનું ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી વધુ છે. આ ગ્રેટ ગારમેન્ટ હબ તરીકે વિક્સિત કરવામાં આવશે. આગામી 5 વર્ષમાં અહીં રોજજગારની 40,000 તકો પેદા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે