Delhi: અલીપુરમાં મોટી દુર્ઘટના, પેઈન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 લોકો ભડથું થઈ ગયા

Delhi Fire: રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં અલીપુરની એક પેઈન્ટ ફેક્ટરીમાં આગ ભડકી ઉઠી. મળતી માહિતી મુજબ આ આગમાં 11 લોકો ભૂંજાઈ ગયા અને 4 લોકો ઘાયલ થયા. આગ હાલ કાબૂમાં લેવાઈ ગઈ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

Delhi: અલીપુરમાં મોટી દુર્ઘટના, પેઈન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 લોકો ભડથું થઈ ગયા

રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં અલીપુરની એક પેઈન્ટ ફેક્ટરીમાં આગ ભડકી ઉઠી. મળતી માહિતી મુજબ આ આગમાં 11 લોકો ભૂંજાઈ ગયા અને 4 લોકો ઘાયલ થયા. આગ હાલ કાબૂમાં લેવાઈ ગઈ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. દિલ્હી ફાયર સર્વિસિસના ડાઈરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યાં મુજબ અન્ય 2 લોકો હજુ ફસાયેલા હોઈ શકે છે. 

કેમિકલના ધડાકા
દિલ્હીના અલીપુર વિસ્તારમાં ગીચ વસ્તી છે. ભીડભાડવાળા વિસ્તારમાં પેઈન્ટની ફેક્ટરી ચાલતી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ તેમને ગુરુવારે સાંજે 5 વાગે આગનો કોલ આવ્યો હતો. ત્યાં કેમિકલ ધડાકા થઈ રહ્યા હતા. એનડીઆરએફ દ્વારા જણાવ્યાં મુજબ 11 લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે. કુલ 30 જેટલી ફાયરની ગાડીઓ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી હતી. 

— ANI (@ANI) February 16, 2024

મૃતકોની ઓળખ મુશ્કેલ
મોટાભાગના મૃતકોની ઓળખ પણ મુશ્કેલ બની રહી છે. તેમના શરીર મોટાભાગે સંપૂર્ણ બળી ચૂક્યા છે. મૃતકો ફેક્ટરીના લેબર હોવાનું કહેવાય છે. જે સમયે આગ લાગી તે વખતે તેઓ આગને ઓલવવામાં લાગ્યા હતા. આ દરમિયાન પેઈન્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલનું ડ્રમ ફાટ્યું. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ વિશે એવું પણ કહેવાય છે કે મૃત્યુઆંક વધી શકે છે. ફેક્ટરીમાં અંદર સર્ચ અભિયાન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news