નિર્ભયાના દોષીતોની ફાંસી ફરી ટળી, કોર્ટે આગામી આદેશ સુધી લગાવ્યો પ્રતિબંધ
આજે પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષીતોની ફાંસી એકવાર ફરી ટળી ગઈ છે. નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચારેય આરોપીઓમાંથી એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પૂર્વ આદેશ પ્રમાણે ચારેયને કાલે 3 માર્ચે સવારે 6 કલાકે ફાંસી થવાની હતી.
2012 Delhi gang-rape case: A Delhi Court has deferred the matter as the mercy petition of one of the convicts, Pawan is pending before the President of India https://t.co/rwEpu1VLWk
— ANI (@ANI) March 2, 2020
આજે પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી હતી. આ વચ્ચે પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે