ઉપરાજ્યપાલની વિરુદ્ધ કેજરીવાલે મોર્ચો ખોલ્યો: મંત્રી સાથે ધરણા પર બેઠા

ઉપરાજ્યપાલ પાસે કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી જેને ફગાવી દેતા કેજરીવાલ પોતીની ટીમ સાથે ઉપવાસ પર બેઠા

ઉપરાજ્યપાલની વિરુદ્ધ કેજરીવાલે મોર્ચો ખોલ્યો: મંત્રી સાથે ધરણા પર બેઠા

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. પોતાની ત્રણેય માંગણીઓ મનાવવા માટે કેજરીવાલ એલજીની ઓફીસ પર જ ઘરણા માટે બેઠા હતા. કેજરીવાલની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર બેસી ગયા.કેજરીવાલની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર બેઠા છે. 

કેજરીવાલ પોતાની ત્રણ માંગણીઓ સાથે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવા માટે ઓફીસ ખાતે પહોંચ્યા હતા. કેજરીવાલનું કહેવું છે કે એલજીએ તેમને ત્રણેય માંગણીઓને ફગાવી દીધી છે. કેજરીવાલે ઉપરાજ્યપાલ પાસે માંગ કરી હતી કે દિલ્હીમાં હડતાળ પર ગયેલા આઇએએસ અધિકારીઓને કામ પર પરત ફરવાનાં નિર્દેશ આપવામાં આવે અને રાશનની ડોરસ્ટેપ ડિલિવરીની યોજનાને મંજુરી મળે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, જ્યા સુધી ઉપરાજ્યપાલ માંગણીઓ નહી સ્વિકારે ત્યાં સુધી હું અહીથી નઇ જઉ.

ધરણા પર બેઠેલા કેજરીવાલે ટ્વીટ કરીને પુછ્યું કે ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના લાગુ ન થવી જોઇએ ? શું આ લોકોની મદદ નહી કરે ? શું તે ભ્રષ્ટાચારને દુર નહી કરે ? અમે છેલ્લા ઘણા મહિનાઓથી એલજી પાસે આગ્રહ કરી રહ્યા છીએ પરંતુ એલજીએ ઇન્કાર કરી દીધો. તે ઉપરાંત કેજરીવાલે અધિકારીઓની મનમાની અંગે પણ સવાલો પુછ્યા છે. કેજરીવાલે કહ્યું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે આઇએએસ અધિકારી ચાર મહિના સુધી હડતાળ પર છે કેમ ? 

કેજરીવાલે એલજી અનિલ બૈજલને મંત્રી મનીષ સિસોદિયા, ગોપાલ રાય અને સત્યેન્દ્ર જૈનના હસ્તાક્ષરનો પત્ર પણ લખ્યો છે. કેજરીવાલે કહ્યું કે, એલજીએ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો. એલજીનું સંવૈધાનિક દાયીત્વ છે કે તેઓ એક્શન લે. અમારી પાસે કોઇ રસ્તો નથી, અમે વિનમ્રતાપુર્વ એલજીને જણાવ્યું કે ત્યા સુધી આપણે જઇશું નહી જ્યા સુધી તેઓ આપણી માંગને માની નથી લેતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news