Goa Election 2022: ગોવામાં કોણ હશે AAP ના CM પદના ઉમેદવાર? અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
ગોવામાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગોવા પહોંચ્યા અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી.
Trending Photos
પણજી: ગોવામાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગોવા પહોંચ્યા અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી. અત્રે જણાવવાનું કે આ અગાઉ કેજરીવાલે પંજાબ માટે ભગવંત માનને સીએમ ઉમેદવાર જાહેર કર્યા હતા.
અમિત પાલેકર આપના સીએમ ઉમેદવાર
સીએમ અરવિંદ કેજરીવાલે પણજીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદ માટે ઉમેદવારના નામની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી તરફથી એડવોકેટ અમિત પાલેકર ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે કોઈ પણ પાર્ટીએ ભંડારી સમાજમાંથી મુખ્યમંત્રી ચહેરો બનાવ્યો નથી.
કોણ છે અમિત પાલેકર?
આમ આદમી પાર્ટીએ અમિત પાલેકરને ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. જે વ્યવસાયે વકીલ અને સામાજિક કાર્યકર છે. અમિત પાલેકર ભંડારી સમાજમાંથી આવે છે અને ગોવાના લોકો વચ્ચે જાણીતું નામ છે. અમિત પાલેકર ઓક્ટોબર 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા અને સાંતા ક્રૂઝ વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય છે. તેઓ સાંતા ક્રૂઝ વિધાનસભા બેઠકથી ઉમેદવાર પણ છે. તેમના માતા 10 વર્ષ સુધી સરપંચ રહી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે ગોવામાં ભંડારી સમાજની વસ્તી 30 ટકા છે.
આશા છે કે લોકો ભારે મતથી વિજયી બનાવશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે અમિત પાલેકરને સીએમ ચહેરો બનાવ્યા છે. તેમને દરેક જણ જાણે છે. કોરોના સમયે તેમણે લોકોની ખુબ સેવા કરી. ઓલ્ડ ગોવા હેરિટેજ મુદ્દે આમરણાંત ઉપવાસ કર્યા. તેમનાથી સારો સીએમ ચહેરો આજની તારીખમાં ગોવાને ન મળી શકે. હું આશા રાખુ છું કે ભારે મત આપી લોકો તેમને સીએમ બનાવશે અને તેઓ ગોવાનો વિકાસ કરશે.
ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન
ગોવાની 40 બેઠકો માટે 14મી ફેબ્રુઆરીના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. મત ગણતરી 10 માર્ચના રોજ થશે. ચૂંટણી માટે 28 જાન્યુઆરી નામાંકન માટેની છેલ્લી તારીખ હશે. અત્રે જણાવવાનું કે 30 બેઠકોવાળી ગોવાની વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે