દિલ્હી હિંસાઃ પ્રદર્શનકારીઓએ ટાયર માર્કેટને આગને હવાલે કરી, કાલે તમામ શાળાઓમાં રજા જાહેર
નાગરિકતા કાયદાના વિરોધ અને સમર્થનમાં થયેલા પ્રદર્શન દરમિયાન પૂર્વી દિલ્હીના અનેક વિસ્તારમાં હિંસક સ્વરૂપ જોવા મળ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને પૂર્વી અને ઉત્તર પૂર્વી દિલ્હીના વિસ્તારમાં સોમવારે રાત્રે પણ હિંસા બંધ થઈ નથી. હિંસાની નવી ઘટના ગોકુલપુરી વિસ્તારમાં બની છે. અહીં અસામાજીક તત્વોએ કપૂર પેટ્રોલ પંપની પાસે ટાયર માર્કેટમાં આગ લગાવી દીધી છે. આગ એટલી ભીષણ હતી કે તે ઝડપથી આસપાસની દુકાનોમાં ફેલાઇ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છે કે કઈ રીતે ટાયર માર્કેટને આગે પોતાની ઝપેટમાં લઈ લીધી છે. ફાયર બ્રિગેટની 5 ગાડીઓ આગને કાબુમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
મહત્વનું છે કે નાગરિકતા કાયદાના વિરોધ અને સમર્થનમાં થયેલા પ્રદર્શન દરમિયાન પૂર્વી દિલ્હીના અનેક વિસ્તારમાં હિંસક સ્વરૂપ જોવા મળ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. હિંસક પ્રદર્શનની અલગ અલગ તસવીરોમાં એક હચમચાવી નાખતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોલીસકર્મી સામે પિસ્તોલ લઈને ઉભો રહી જાય છે. ત્યારબાદ તેણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
गोकुलपुरी में प्रदर्शनकारियों ने टायर मार्केट को आग के हवाले किया। दमकल की 6 गाड़ियां आग बुझाने में जुटी।@DelhiPolice pic.twitter.com/IPtD29zru5
— Rajurajjee (@Rajurajjee2) February 24, 2020
પ્રદર્શનકારીઓના હુમલામાં હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થઈ ગયું છે. હેડ કોન્સ્ટેબલ રતન લાલ રાજસ્થાનના સીકરના રહેવાસી હતી અને 1998માં દિલ્હી પોલીસમાં જોડાયા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. તેઓ દિલ્હીમાં પોતાના પરિવારની સાથે બુરાડી વિસ્તારમાં રહેતા હતા.
આજે થયેલી હિંસામાં અત્યાર સુધી પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત થયાની માહિતી છે. આ સિવાય ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે. ઉત્તર-પૂર્વ જિલ્લામાં હિંસા બાદ જાફરાબાદ, મૌજપુર, બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્ક્લેવ અને શિવ વિહાર મેટ્રો સ્ટેશનમાં આવવા-જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
દિલ્હીમાં કાલે શાળાઓ રહેશે બંધ
દિલ્હીમાં આજે થયેલી હિંસા બાદ નોર્થ ઈસ્ટ જિલ્લામાં કાલે પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. આ સાથે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આવતીકાલે દિલ્હીમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.
गोलियाँ चलाते हुये इस प्रदर्शनकारी को @DelhiPolice के जवान ने निहत्थे रोकने की कोशिश की। pic.twitter.com/ruR1bj2cvy
— Jitender Sharma (@capt_ivane) February 24, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે