#IndiaKaDNA: દિલ્હીમાં શહ-માતની ગેમમાં કોણ બનશે કિંગ?
દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly Election 2020)માં શાહીન બાગ, રાષ્ટ્રવાદ, વિકાસના મુદ્દા છવાયેલા છે. ત્રણેય મુખ્ય પક્ષો આપ, કોંગ્રેસ અને ભાજપે સંકલ્પ પત્ર અને ગેરેન્ટી કાર્ડ દ્વારા મોટા-મોટા ચુંટણી વાયદા કર્યા છે. આ દરમિયાન સીએએ વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનો વચ્ચે ગોળીકાંડની ઘટનાઓ પણ સામે આવી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly Election 2020)માં શાહીન બાગ, રાષ્ટ્રવાદ, વિકાસના મુદ્દા છવાયેલા છે. ત્રણેય મુખ્ય પક્ષો આપ, કોંગ્રેસ અને ભાજપે સંકલ્પ પત્ર અને ગેરેન્ટી કાર્ડ દ્વારા મોટા-મોટા ચુંટણી વાયદા કર્યા છે. આ દરમિયાન સીએએ વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનો વચ્ચે ગોળીકાંડની ઘટનાઓ પણ સામે આવી છે. તેના પર સત્તાધારી આપ અને ભાજપ એકબીજા વિરૂદ્ધ આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. પ્રચાર અભિયાન પીએમ નરેન્દ્ર મોદીની ચુંટણી રેલીઓની સાથે ચરમ પર પહોંચી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે તમે મુખ્યમંત્રી પદ માટે ચહેરો જાહેર કરો. તેની સાથે ચર્ચા માટે તેમણે ભાજપને આજે બપોરે 1 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીની બે ચુંટણી રેલીઓ કરી છે. આ સાથે જ અમિત શાહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા તાબડતોડ રેલીઓ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથની ચૂંટણી એન્ટ્રી ઉપરાંત આઠ ફેબ્રુઆરીના રોજ મતદાનના દિવસે ભારત-પાકિસ્તાનની મેચની વાત પણ કહેવામાં આવી છે. ચિકન-બિરયાનીથી માંડીને હનુમાન ચાલીસાના પાઠ સુધી આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. તેના લીધે ચુંટણી પ્રચાર આક્રમક થયો છે, તો બીજી તરફ નીત નવા તેવર જોવા મળી રહ્યા છે. એવા માહોલમાં ZEE NEWS દિલ્હીની જનતાનો મૂડ અને મિજાજ અને ચુંટણી DNAમે સમજવા માટે બુધવારે 5 ફેબ્રુઆરીના રોજ ઇન્ડીયા કા ડીએનએ દિલ્હી ઇલેક્શન કોન્કલેવ (#IndiaKaDNA Delhi Election Conclave)નું આયોજન કરવામાં આવ્યું છે.
બુધવારે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થઇને ZEE NEWS પર દિવસભર ચાલનાર #IndiaKaDNA Delhi Election Conclave માં ભાજપ, AAP, કોંગ્રેસના તમામ રાજકીય દિગ્ગજોને વિચાર જાણી શકશે. તેમાં તે જણાવશે કે શાહીન બાગથી માંડીને દિલ્હીના વિકાસ સુધીના મુદ્દા પર તેમનું શું મંતવ્ય છે? દિલ્હીની જનતા શું પસંદ કરશે વિકાસ અથવા વિવાદ? દિલ્હીના ત્રણેય મુખ્ય પક્ષોએ ઘોષણાપત્રોને જાહેર કર્યા બાદ આ દિગ્ગજ પોતાની પાર્ટીના વિઝન સાથે ચુંટણી મુદ્દે પોતાના વિચાર રજૂ કરશે?
ઉલ્લેખનીય છે કે આઠ ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચુંટણીનું મતદાન થવા જઇ રહ્યું છે. 11 ફેબ્રુઆરીના રોજ ચુંટણીના પરિણામો આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે