મંદિરના નામની સંપત્તિના માલિક માત્ર ભગવાન, પૂજારી નહીંઃ Supreme Court

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પૂજારી માત્ર દેવતાની સંપત્તિનું મેનેજમેન્ટ કરવાની એક ગેરંટી છે અને જો પૂજારી કામ કરવામાં, જેમ કે પ્રાર્થના કરવા અને જમીનનું મેનેજમેન્ટ સંબંધી કામ કરવામાં નિષ્ફળ રહે તો તેને બદલી શકાય છે. 
 

મંદિરના નામની સંપત્તિના માલિક માત્ર ભગવાન, પૂજારી નહીંઃ Supreme Court

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મંદિરના પૂજારીને જમીનના સ્વામી ન માની શકાય અને દેવી-દેવતા જ મંદિર સાથે જોડાયેલી જમીનની માલિક છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને એએસ બોપન્નાની પીઠે કહ્યુ કે, પૂજારી માત્ર મંદિરની સંપત્તિના મેનેજમેન્ટના ઉદ્દેશ્યથી જમીન સાથે જોડાયેલા કામ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યુ, શીર્ષક કોલમમાં માત્ર દેવતાનું નામ લખવું જોઈએ, કારણ કે દેવતા ન્યાયી વ્યક્તિ હોવાથી જમીનના માલિક છે. જમીન પર દેવતાનો કબજો છે, જેના કાર્યો દેવતાઓ વતી સેવકો અથવા સંચાલકો કરે છે. આથી માલિકીના સ્તંભમાં મેનેજર અથવા પૂજારીના નામનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.

પૂજારી માત્ર દેવતાની સંપત્તિના સંચાલન માટે જવાબદાર
પીઠે કહ્યું કે આ મામલામાં કાયદો સ્પષ્ટ છે કે પૂજારી ભાડૂત મોરુસી, (કૃષિમાં ખેડૂત) નો એક સાધારણ ભાડુઆત નથી. તેને માત્ર ઓકાફ ડિપાર્ટમેન્ટ (દેવસ્થાન સાથે સંકળાયેલ) દ્વારા તેને આવી જમીનના સંચાલન માટે રાખવામાં આવે છે. પીઠે કહ્યું પૂજારી માત્ર દેવતાની સંપત્તિનું મેનેજમેન્ટ કરવા પ્રત્યે જવાબદાર છે. જો પૂજારી પ્રાર્થના અને જમીનનું સંચાલન કરવા જેવી પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેને બદલી શકાય છે. આમ તેને જમીન માલિક ગણી શકાય નહીં.

જિલ્લાધિકારીને મંદિરની સંપત્તિના મેનેજર ન ગણી શકાય
પીઠે કહ્યુ અમે તેવો કોઈ ચુકાદો નથી જોયો જેમાં રાજસ્વ રેકોર્ડમાં પૂજારા કે મેનેજરના નામનો ઉલ્લેખ કરવાની જરૂર પડતી હોય. જિલ્લાધિકારીને મંદિરની સંપત્તિના વહીવટકાર ન માની શકાય, કારણ કે તેના પર માલિકી હક દેવતાઓનો છે. મંદિર જો રાજ્ય સાથે જોડાયેલું ન હોય તો જિલ્લાધિકારીને બધા મંદિરોના મેનેજર ન બનાવી શકાય. 

આ છે મામલો
સર્વોચ્ચ અદાલત મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એક આદેશ વિરુદ્ધ રાજ્ય સરકારની અરજી પર સુનાવણી કરી હતી. આ આદેશમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા એમપી લો રેવેન્યૂ કોડ, 1959 હેઠળ જાહેર કરવામાં આવેલા બે પરિપત્રોને રદ્દ કરી દીધા હતા. આ પરિપત્રોએ પૂજારીઓના નામને મહેસૂલી રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો, જેથી મંદિરની મિલકતોને પુજારીઓ દ્વારા અનધિકૃત વેચાણથી સુરક્ષિત કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news