PM મોદીએ Dedicated Freight Corridor નું કર્યું ઉદ્ધાટન, કહ્યું- આંદોલનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એ ખોટું કહેવાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Dedicated Freight Corridor) ના એક ભાગનું ઉદ્ધાટન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Dedicated Freight Corridor) ના એક ભાગનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાનપુર પાસે ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા વચ્ચે બનેલા 351 કિલોમીટર લાંબા કોરિડોરને દેશને સમર્પિત કર્યો. આ અવસરે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતીય રેલવેના ગૌરવશાળી ભૂતકાળને 21મી સદીની નવી ઓળખ આપનારો છે. ભારત અને ભારતીય રેલવેનું સામર્થ્ય વધારનારો છે. આજે આપણે આધાદી બાદનો સૌથી મોટો અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાકાર થતો જોઈ રહ્યા છીએ. આજે જ્યારે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ઉત્તમ કનેક્ટિવિટી દેશની પ્રાથમિકતા છે. આ સોચ સાથે ગત 6 વર્ષથી દેશમાં આધુનિક કનેક્ટિવિટીના દરેક પહેલુ પર ફોકસ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
ये फ्रेट कॉरिडोर आत्मनिर्भर भारत के बहुत बड़े माध्यम होंगे।
उद्योग हों, व्यापार-कारोबार हों, किसान हों या फिर कंज्यूमर, हर किसी को इसका लाभ मिलने वाला है।
— BJP (@BJP4India) December 29, 2020
પીએમ મોદીએ કોરિડોરના ફાયદા ગણાવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા ત્યાં મુસાફર ટ્રેન અને માલગાડીઓ બંને એક જ પાટા પર દોડે છે. માલગાડીઓની ઝડપ ધીમી હોય છે. આવામાં માલગાડીઓને રસ્તો આપવા માટે મુસાફર ટ્રેનોને સ્ટેશનો પર રોકવામાં આવે છે. જેનાથી મુસાફર ટ્રેનો લેટ પડે છે અને માલગાડી પણ. આ ફ્રેટ કોરિડોર આત્મનિર્ભર ભારતના ખુબ મોટા માધ્યમ હશે. ઉદ્યોગ હોય, વેપાર-કારોબાર, ખેડૂત-ગ્રાહકો દરેકને તેનો લાભ મળવાનો છે. ખાસ કરીને ઔદ્યોગિક રીતે પાછળ રહી ગયેલા પૂર્વ યુપીને આ ફ્રેટ કોરિડોર નવી ઉર્જા આપવાનો છે. જેનો લગભગ 60 ટકા હિસ્સો યુપીમાં છે આથી યુપીના દરેક નાના મોટા ઉદ્યોગોને તેનો લાભ થશે.
पहले फोकस ट्रेनों की संख्या बढ़ाने पर रहता था, ताकि चुनावों में इसका लाभ मिले।
लेकिन जिन पटरियों पर इन ट्रेनों को चलाना था, उन पर निवेश ही नहीं होता था।
— BJP (@BJP4India) December 29, 2020
પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
અગાઉની સરકારો પર પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે 2014 અગાઉ આ પ્રોજેક્ટ માટે જે પૈસા સ્વીકૃત થયા તે યોગ્ય રીતે ખર્ચ થઈ શક્યા નહી. 2014માં આ પ્રોજેક્ટ માટે ફરીથી ફાઈલોને ફંફોળાઈ. અધિકારીઓને નવી રીતે આગળ વધવાનું કહેવાયું તો બજેટ લગભગ 45 ગણું વધી ગયું. અગાઉ ફોકસ ટ્રેનોની સંખ્યા પર રહેતું હતું જેથી કરીને ચૂંટણીમાં લાભ મળે. પરંતુ જે પાટાઓ પર આ ટ્રેનોને દોડાવવાની હતી તેના પર રોકાણ થતું નહતું.
2014 से पहले इस परियोजना के लिए जो पैसा भी स्वीकृत हुआ, वो सही तरीके खर्च नहीं हो पाया।
2014 में इस परियोजना के लिए फिर से फाइलों को खंगाला गया।
अधिकारियों को नए सिरे से आगे बढ़ने के कहा गया, तो बजट करीब 45 गुना बढ़ गया।
— BJP (@BJP4India) December 29, 2020
સીધા બજારો સાથે જોડાશે ખેતરો-પીએમ મોદી
કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરિડોરની શરૂઆત થયા બાદ દેશના ખેતરો સીધા બજારો સાથે જોડાશે. તેમણે કહ્યું કે ગઈ કાલે જ દેશમાં 100મી કિસાન રેલ શરૂ કરાઈ. કિસાન રેલથી આમ પણ ખેતી સંલગ્ન ઉપજને દેશભરના બજારોમાં સુરક્ષિત અને ઓછા ભાવે પહોંચાડવાનું શક્ય બન્યું છે. હવે કિસાન રેલ વધુ ઝડપથી પોતાના ગંતવ્ય પર પહોંચી શકશે.
આંદોલનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એ ખોટું કહેવાય
પીએમ મોદીએ કહ્યું કે પ્રદર્શનો અને આંદોલન દરમિયાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એ ખોટી વાત છે. તેમણે કહ્યું કે જે આપણે પ્રદર્શનો અને આંદોલનોમાં જોઈએ છે. આ માનસિકતા દેશની સંપત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાની છે. આપણે યાદ રાખવું જોઈએ કે આ સંપત્તિ કોઈ નેતા કે પક્ષની નથી, દેશની છે. સમાજના દરેક વર્ગનો તેમાં પરસેવો પડ્યો છે.
5750 કરોડ રૂપિયામાં બન્યો છે 351 કિમીનો હિસ્સો
આ કોરિડોરને લગભગ 5 હજાર 750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. કાનપુર પાસે ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા (New Bhaupur-New Khurja) વચ્ચે બનેલા આ કોરિડોરની લંબાઈ 351 કિમી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટર્ન કોરિડોરના સેક્શન સાથે સાથે પ્રયાગરાજમાં બનેલા કંટ્રોલ રૂમનું પણ ઉદ્ધાટન કર્યું. દેશના સૌથી ભવ્ય ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો કંટ્રોલ રૂમ છે.
આ કોરિડોરથી શું ફાયદો થશે?
ભારતીય રેલવેના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર(Dedicated Freight Corridor) ના ઉદ્ધાટનથી મુસાફર ટ્રેનો માટે ટ્રેક ખાલી થશે. જેનાથી વધુ પેસેન્જર ટ્રેનો દોડાવી શકાશે. આ સાથે જ આ કોરિડોર પર માલગાડીઓ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાશે.
1856 કિમી છે કોરિડોરની કુલ લંબાઈ
ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કુલ લંબાઈ (Eastern Dedicated Freight Corridor) 1856 કિમી છે, જે પંજાબના લુધિયાણા અને પશ્ચિમ બંગાળના દંકુની સુધી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અને પશ્ચિમ બંગાળથી પસાર થતા આ કોરિડરોથી વેપારને એક નવી દિશા મળશે. અનેક રાજ્યોમાંથી પસાર થનારા આ કોરિડોરનો લગભગ 57 ટકા ભાગ યુપીથી પસાર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે