કોરોનાના કારણે મોહરમ અને ગણેશ ચતુર્થી પર લાગ્યું ગ્રહણ, DDMAએ લીધાં કડક પગલા

કોરોના સંક્રમણ (Coronavirus)ના ખતરાને જોતા દિલ્હી (Delhi)માં મોહરમ (Mohrram) દરમિયાન જુલૂસ કાઢવા અને ગણેશ ચતુર્થી (Ganesh chaturthi) પર સાર્વજનિક મૂર્તિ સ્થાપના પર રોક લગાવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તે તમામ પર્વ તેમના ઘરો પર જ ઉજવે અને બીન જરૂરી બહાર નીકળવાનું ટાળે.

કોરોનાના કારણે મોહરમ અને ગણેશ ચતુર્થી પર લાગ્યું ગ્રહણ, DDMAએ લીધાં કડક પગલા

નવી દિલ્હી: કોરોના સંક્રમણ (Coronavirus)ના ખતરાને જોતા દિલ્હી (Delhi)માં મોહરમ (Mohrram) દરમિયાન જુલૂસ કાઢવા અને ગણેશ ચતુર્થી (Ganesh chaturthi) પર સાર્વજનિક મૂર્તિ સ્થાપના પર રોક લગાવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તે તમામ પર્વ તેમના ઘરો પર જ ઉજવે અને બીન જરૂરી બહાર નીકળવાનું ટાળે. દિલ્હીમાં પોલીસ-તંત્રના તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, તેમના તેમના વિસ્તારમાં કોવિડ-19 પ્રોટોકોલનું કડક પાલન સુનિશ્ચિત કરે. એલજી અનિલ બેજલના નેતૃત્વમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ આ આદેશ જાહેર કર્યો છે.

DDMAના નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, ગણેશ ચતુર્થી દરમિયાન ભગવાન ગણેશની કોઇ મૂર્તિ સાર્વજનિક સ્થાન પર સ્થાપિત કરવામાં આવશે નહીં અને ના કોઇ શાબાયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવશે. મોહરમ પર પણ લોકોને જુલૂસ/ તાજિયા કાઢવાની મંજુરી મળશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીસીપીને આદેશ આપવામાં આવ્યો છે કે પ્રત્યેક મોટા તહેવારથી પહેલા ધાર્મિક/સામુદાયિક નેતાઓની સાથે બેઠક કરી કાયદા-વ્યવસ્થા બનાવી રાખવામાં તેમનો સહયોગ માંગે.

DDMAએ કહ્યું કે, સાંપ્રદાયિક રીતથી સંવેદનશીલ વિસ્તારને ચિહ્નિત કરે ત્યાં  પોલીસ દળની પહેલાથી વ્યવસ્થા કરવામાં આવે. આ વિસ્તારમાં ટોળું ભેગુ ન થવા દે અને તમામ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો પર તહેવાર દરમિયાન તપાસની તમામ આવશ્યક જરૂરીયાત કરે. તેના માટે સમય રહેતા ડોગ સ્કોર્ડ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ અને બોમ્બ નિકાલ ટીમોની તૈનાતી કરવામાં આવે.

દિલ્હી સરકારે નિયંત્રણવાળી દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના એક અધિકારીના અનુસાર સામુદાયિક સ્તર પર તહેવાર ઉજવવાની મંજરી નથી. આગામી પર્વ પર યમુના અથવા કોઇ ન્ય જળાશય, સાર્વજનિક સ્થળ, તળાવ અથવા ઘાટ પર પ્રતિમા વિસર્જનની મંજૂરી આપવામાં આવશે નહીં. ડીપીસીસીએ કહ્યું કે, આદેશનું ઉલ્લંઘન કરવા પર 50 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

DPCCએ કહ્યું કે, રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલના 2015ના આદેશ અનુસાર યમુનામાં મૂર્તિ વિસર્જન પર પ્રતિંબધ છે. ગત વર્ષ દિલ્હી સરકારે સાર્વજનિક સ્થળ પર મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના ખતરાને જોતા આ તળાવોનું નિર્માણ સંભવ નથી. એવામાં લોકોએ તેમના ઘરમાં જ ડોલ અથવા કોઇ ન્ય પાત્રમાં વિસર્જનની વિધિ પૂર્ણ કરવી પડશે.

DPCCએ મૂર્તિ બનાવવા અને વેચનારથી પ્રાકૃતિક વસ્તૂઓથી મૂર્તિ બનાવવા કહ્યું છે. પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા પકવેલી માટીથી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 22 ઓગસ્ટના ઉજવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news