ચૂંટણી પડઘમ શાંત થતાની સાથે જ વિપક્ષી નેતાઓ સાથે ચંદ્રાબાબુની તાબડતોબ મુલાકાત

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર પુર્ણ થતાની સાથે જ વિપક્ષ યાત્રાએ નિકળ્યા છે. તમામ વિપક્ષી નેતાઓ સાથે તેઓ તબક્કાવાર મીટિંગ કરવાનાં છે

ચૂંટણી પડઘમ શાંત થતાની સાથે જ વિપક્ષી નેતાઓ સાથે ચંદ્રાબાબુની તાબડતોબ મુલાકાત

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના પરિણામની જાહેરાત થયાનાં થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડૂએ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીએ તેને શિષ્ટાચારી મુલાકાત ગણાવી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપના વરિષ્ઠ નેતા સંજય સિંહ પણ આ દરમિયાન હાજર રહ્યા હતા. સુત્રો અનુસાર નાયડૂ અને કેજરીવાલ વચ્ચે ચૂંટણી પરિણામ બાદની સ્થિતી તે સમયે બંન્ને પાર્ટીઓ (TDP-AAP)ની ભુમિકા વગેરે પર ચર્ચા થઇ હતી. જો કે આપનું કહેવું છે કે નાયડૂએ કેજરીવાલ સાથે માત્ર શિષ્ટાચાર મુલાકાત યોજી હતી. 

બિન ભાજપ ગઠબંધન બનાવવા માટે ક્ષેત્રીય દળોને એક કરવા માટે થયેલા ટીડીપી અધ્યક્ષ નાયડૂ અગાઉના દિવસમાં માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત યોજી હતી. સુત્રોએ જણાવ્યું કે નાયડૂ શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લખનઉમાં બસપા સુપ્રીમો માયાવતી મળવાનાં હતા. 

સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી પરંતુ હું મનથી તેમને ક્યારે માફ નહી કરી શકું: PM મોદી
ચંદ્રબાબુ નાયડુએ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ પહેલી મુલાકાત કરી અને પોતાનાં એજન્ડા અંગે ચર્ચા કરી હતી. બંન્નેએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અભિયાન પર સમય પહેલા પ્રતિબંધ લગાવવા, સમગ્ર દેશમાં ઇવીએમની ખરાબી અને ચૂંટણી પંચના વલણ સહિત અને મુદ્દાઓ પર ચર્ચા કરી. મળતી માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડુ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત યોજી શકે છે. 

કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત બાદ નાયડૂએ માકપાના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી અને તેણે રાજનીતિક સ્થિતી અંગે ચર્ચા કરી. યેચુરી કેજરીવાલ અને સિંધવી સાથે મુલાકાત બાદ વિપક્ષી એકતાને મજબુત બનાવવા માટે તેઓ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે. 

રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ શનિવારે શરદ યાદવને મળવા માટે રવાના થશે. નાયડૂ પહેલાથી જ વિપક્ષી એકતા મુદ્દે અગ્રેસર રહ્યા છે. તેઓ કહી પણ ચુક્યા છે કે મોદીને સત્તામાંથી બેદખલ કરવા અને ભાજપને હરાવવા માટેની સૌથીકારગત ટ્રીક છે. ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવા માટે તેઓ અગ્રેસર રહ્યા છે. નાયડુ અને રાહુલ ગાંધીની મુલાકાત બાદ બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ સાથે પણ મુલાકાત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news