કોરોના સંકટ વચ્ચે પ્રદૂષણનો બમણો માર, આટલા ટકા વધી ગયો મોતનો આંકડો
કાર્ડિયોવાસ્કુલર રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક સર્વે અનુસાર, પ્રદૂષણ (Pollution)ના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાથી થતાં દુનિયાભરમાં મોતના આંકડામાં 15 ટકાનો વધારો થયો છે
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના (Coronavirus)ના કેસમાં ફી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજધાની દિલ્હી (Delhi)માં રેકોર્ડેડ 5000થી વધારે કેસ નોંધાયા છે. કોરોનાના આ વધતા કેસનું એક મોટું કારણ વાયુ પ્રદૂષણ (Air Pollution) પણ હોઈ શકે છે. દુનિયાભરમાં કોરોના કહેર હજી ખતમ થયો નથી અને પ્રદૂષણે દસ્તક આપી છે. કોરોના કાળમાં પ્રદૂષણ લોકો માટે કેટલો મોટો ખતરો સાબિત થઇ શકે છે. આ વાતની જાણકારી તાજેતરમાં જર્મની (Germany)માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે.
કાર્ડિયોવાસ્કુલર રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક સર્વે અનુસાર, પ્રદૂષણ (Pollution)ના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાથી થતાં દુનિયાભરમાં મોતના આંકડામાં 15 ટકાનો વધારો થયો છે.
15 ટકા સુધી વધ્યો મોતનો આંકડો
કાર્ડિયોવાસ્કુલર રિસર્ચ જર્નલમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર, પ્રદૂષણના કારણે ભારત સહિત દુનિયાભરમાં કોરોનાથી 15 ટકા સુધી મોતનો આંકડો વધ્યો છે. પ્રદૂષણથી યૂરોપમાં 19 ટકા, અમેરિકામાં 17 ટકા અને પૂર્વ એશિયામાં લગભગ 27 ટકા કોરોનાથી થતા મોતનો આંકડો વધ્યો છે.
રોગપ્રતિકારક ક્ષમતા પર અસર
જર્મનીના મેક્સ પ્લેંક ઇસ્ટીટ્યૂટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં અમેરિકા અને ચીનના જુના આંકડા સાથે 2003ની SARS મહામારીના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, વાયુ પ્રદૂષણનો કોરોના પર સીધો અસર થતો નથી, પરંતુ પ્રદૂષણના કારણે કોરોના સંક્રમણ અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પર અસર પડે છે.
PM 2.5ના 1 માઇક્રોન વધવાથી 8 ટકા સુધી મૃત્યુ દર વધે છે
મેક્સ હેલ્થકેરના પલ્મોનોલોજી વિભાગના પ્રિન્સિપાલ ડાયરેક્ટર ડો. વિવેક નાંગિયા કહે છે કે, આ સ્ટડીની સાથે જ હાવર્ડના એક અભ્યાસમાં જણાવ્યું છે કે, પ્રતિ એક મીટરમાં PM 2.5ના 1 માઇક્રોન વધવાથી 8 ટકા સુધી મૃત્યુ દર વધે છે. આ એટલા માટે થયા છે કેમ કે, PM 2.5ના કણ હવામાં વધારે સમય માટે રહે છે. જો કોઇ સંક્રમિત વ્યક્તિ ખુલ્લામાં ઉઘર, છીંક અથવા જોરથી વાત કરે છે, તો વાયરસના કણ PM 2.5માં ભળી જાય છે. તે વધારે સમય માટે હવામાં રહે છે. જેના કારણે અન્ય કોઇ વ્યક્તિ તે હવામાં શ્વાસ લે છે તો તે સંક્રમિત થઇ શકે છે.
પ્રદૂષણની અસર સીધી ફેફસાં પર
આ ઉપરાંત પ્રદૂષણની સીધી અસર ફેફસાં પર થયા છે અને તેનાથી શ્વાસ સંબંધી બીમારી વધારે થયા છે. લોકોમાં કોરોનાના ઇન્ફેક્શનના ખતરાને વધારે ચે. દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઇ કાલે દિલ્હીમાં કોરોનાના 5739 કેસ સામે આવ્યા જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે અને બીજી તરફ દિલ્હીમાં હવા દિવસેને દિવસે ઝેરી બનતી જઇ રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. દિલ્હીના લોકો પર કોરોના કાળમાં પ્રદૂષણનો બમણો માર પડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે