રાશિફળ 24 નવે.: આ 2 રાશિના જાતકો માટે પ્રબળ ધનલાભ યોગ, આજે 'આ' મંત્રનો ખાસ કરો જાપ

રાશિફળ 24 નવે.: આ 2 રાશિના જાતકો માટે પ્રબળ ધનલાભ યોગ, આજે 'આ' મંત્રનો ખાસ કરો જાપ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

  • પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
  • જો તમારો લકી નંબર 9 હોય તો મંગળ તેના સ્વામી છે
  • નવા કાર્યનો પ્રારંભ સોમવારે અને મંગળવારે ગણેશજીની ઉપાસનાથી કરવું
  • 18, 27 આ બે મિત્ર તારીખો છે
  • ચંદ્રનું મૃગશીર્ષ નક્ષત્ર હોય તો આપના માટે લાભકારી નીવડશે

તારીખ

24 નવેમ્બર, 2018, શનિવાર

માસ

કાર્તિક વદ એકમ

નક્ષત્ર

રોહિણી

યોગ

શિવ

ચંદ્ર રાશી

વૃષભ (બ,વ,ઉ)

  1. શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ સવારે 7.10 થી 3.10 સુધી
  2. હનુમાનજી અને શનિદેવની પૂજા-ઉપાસના કરવી
  3. ઓમ હં હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરવો
  4. કાળા અડદનું દાન કરવું
  5. ગરીબ તેમજ મજૂરીકાર્ય કરતા વ્યક્તિઓને દાન આપવું

રાશિ ભવિષ્ય (24-11-2018)

મેષ (અલઈ)

  • મગજમાં જાતજાતના દાવપેચ ચાલતા રહે
  • આવકનું સ્થાન મજબૂત છે
  • પરિવારમાં સુખ અને આનંદનો દિવસ
  • જમીનથી એક વેંત ઊંચા ચાલવાનો વખત આવે

વૃષભ (બવઉ)

  • જે જાતકો બ્યુટીશીયન છે તેમને સાનુકૂળતા
  • લક્ષ્મીચંચળ છે તે આપે આજે ન ભૂલવું
  • બપોર પછીનો સમય થોડો ચિંતા કરાવે
  • કાર્ય કરતા આજે થાક ન લાગે. ઊર્જાપૂર્ણ દિવસ

મિથુન (કછઘ)

  • ધીર-ગંભીર અને શાંતિ વર્તાય
  • પ્રબુદ્ધ વાતો કરો
  • માર્કેટીંગના વ્યવસાય સાથેનાને સફળતા મળી શકે
  • ગૃહકલેશ ન થાય તે માટે સજાગ રહેવું

કર્ક (ડહ)

  • સ્થાવર મિલકતમાં ઉમેરો થાય
  • સોનું-ચાંદી ખરીદવાનો યોગ છે
  • પદોન્નતિ પણ દર્શાવે છે
  • જીવનસાથીનો સહકાર મળી રહે

સિંહ (મટ)

  • સંતાનને ઊજળી તકો પ્રાપ્ત થાય
  • પરિવારમાં આનંદના સમાચાર મળે
  • પરદેશથી પણ શુભ સમાચાર મળી શકે છે
  • બપોરની ઊંઘ હણાય, ચિંતા સતાવે

કન્યા (પઠણ)

  • મિત્રો સાથે પ્રવાસ દેખાય છે
  • ધનસ્થાન વિશેષ પ્રબળ છે
  • પોલીસ, ઈલેક્ટ્રોનિક એન્જી. વગેરેને સરળતા રહે
  • હસવામાંથી ખસવું ન થાય તે જોવું

તુલા (રત)

  • પ્રેમ સંબંધમાં તૃષ્ણા ઉમેરાય
  • સાવધાન સંયમ રાખવો પડશે
  • પિતાનું કાર્ય આપને પસંદ ન પડે
  • થોડા વિઘ્નોનો સામનો પણ કરવો પડે તેવું લાગે છે

વૃશ્ચિક (નય)

  • જ્ઞાનસભર વાતો કરવાની ઇચ્છા થાય
  • ગૂઢ જ્ઞાન સમજવાની ઇચ્છા થાય
  • મનમાં ભારે ગૂંચ ઊભી થાય
  • જાણે ત્રિભેટે ઊભા હોય તેવી સ્થિતિ રચાય

ધન (ભધફઢ)

  • વિદ્વત્તા મનમાં ઊભરી આવે
  • અંગ્રેજી ભાષા પ્રત્યે પ્રેમ જાગી જાય
  • બપોર પછી થોડું આરોગ્ય જોખમાય
  • ધર્મકાર્યમાં ખર્ય વિશેષ થઈ શકે છે

મકર (ખજ)

  • સંતાનના સંબંધો વધુ ગાઢ થાય
  • બુદ્ધિશક્તિ ખીલે
  • લેખન અને કાવ્ય પ્રત્યે પ્રેમ જાગે
  • સંચિત કર્મનું ઉમદા ફળ મળે

કુંભ (ગશષસ)

  • ઉશ્કેરાટ કરશો તો બીપી વધી જશે આજે
  • આજે કાર્યશક્તિ બમણી થાય
  • પણ કાર્ય ગૂંચવાય પણ ખરું
  • બપોર પછી વિશેષ સાવધાની રાખવી

મીન (દચઝથ)

  • થોડી રાજરમત રમવાની ઇચ્છા થાય
  • આપના કાર્યને આજે કળવું મુશ્કેલ બને
  • સમાચારની આપ-લેનો દિવસ છે
  • આરોગ્યમાં થોડી તકલીફ થઈ શકે છે
  • આપણું સૌથી મોટું સૌભાગ્ય એ છે કે જ્યારે પારકા પોતાના થઈ જાય છે. અને, સૌથી મોટું દુર્ભાગ્ય શું છે જાણો છો... જ્યારે પોતાના પારકા થઈ જાય છે... આ સૌભાગ્ય આપણે મેળવીએ તેના કરતા આ સૌભાગ્ય કોઈને આપીએ તે વધુ યોગ્ય રહેશે... હું શું કહેવા માગું છું તે આપ સમજી ચૂક્યા હશો... આપણે કોઈક પારકાને પોતાનાપણું મહેસૂસ કરાવીએ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news