રાશિફળ 2 ડિસેમ્બર: આ 3 રાશિના જાતકો માટે આજે સુપર્બ દિવસ, અદભૂત ઈચ્છાશક્તિ જીવનમાં ખુબ જરૂરી

રાશિફળ 2 ડિસેમ્બર: આ 3 રાશિના જાતકો માટે આજે સુપર્બ દિવસ, અદભૂત ઈચ્છાશક્તિ જીવનમાં ખુબ જરૂરી

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

મેષ (અલઈ)

  • જમીન મકાનથી લાભ થાય
  • વાહનયોગ પણ છે
  • આનંદ આપે તેવા સમાચાર મળે
  • સફળતા હાથવેંતમાં છે એમ કહી શકાય

વૃષભ (બવઉ)

  • નાણાંકીય પ્રવાહમાં વૃદ્ધિ થશે
  • ઘરની સમૃદ્ધિમાં ઉમેરો થાય
  • નોકરીમાં આનંદદાયક સમાચાર મળે
  • સર્વપ્રકારે સરળદિવસ રહી શકે છે

મિથુન (કછઘ)

  • પરિવારમાં કોઈકનું આરોગ્ય જોખમાય
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણનું નુકશાન થઈ શકે
  • આપના કાર્યમાં આજે વિઘ્ન અપેક્ષિત છે
  • સંધ્યા સમયે મનને શાંતિ પ્રાપ્ત થાય

કર્ક (ડહ)

  • થોડી બેચેની લાગે
  • બ્લડપ્રેશરના દર્દીઓએ સાચવવું
  • કાર્ય દ્વારા અપેક્ષિત લાભ ન થાય
  • વેપારી મિત્રોને થોડી નીરસતા સાંપડે

સિંહ (મટ)

  • કાર્યમાં હકારાત્મક ઊર્જા જળવાઈ રહે
  • જીવનસાથી સાથે મનમેળ ઓછો રહે
  • પેટની નીચેના ભાગમાં દુખાવો થાય
  • પ્રવાસ દરમિયાન સારા સમાચાર મળે

કન્યા (પઠણ)

  • અભ્યાસમાં મન વિશેષ લાગે
  • સતશાસ્ત્રનું વાંચન વિશેષ થાય
  • સેવાકીયા કાર્યોમાં મન વધુ જોડાય
  • શત્રુઓ ઉપર વિજય પણ પ્રાપ્ત થાય

તુલા (રત)

  • વિઘ્ન આવશે પણ કાર્ય પણ પાર પડશે
  • રસાયાણશાસ્ત્ર સાથે જોડાયેલાને લાભ
  • પ્રેમીયુગલોમાં વિશેષ ઉન્માદ
  • ધનલાભ પણ દેખાય છે

વૃશ્ચિક (નય)

  • મકાનના કાર્યોમાં વ્યસ્તતા રહે
  • ઘરમાં રીપેરીંગનું કાર્ય પણ પ્રારંભ થાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • આરોગ્ય પહેલેથી કથળેલું હોય તો સાચવવું

ધન (ભધફઢ)

  • નકારાત્મકતા વિશેષ રહે
  • કાર્યમાં આપને ઝડપ જોઈએ
  • પણ ફાસ્ટ બોલીંગમાં નો બોલ ન નંખાય તે જોજો
  • પ્રવાસના યોગ પણ છે

મકર (ખજ)

  • મનની સ્થિરતા વિશેષ રહે
  • લાભસ્થાન મજબૂત બન્યું છે
  • સંબંધો વધુ ગાઢ પણ થાય
  • પ્રતિપક્ષનો સહકાર વિશેષ મળે

કુંભ (ગશષસ)

  • આરોગ્યનું સુખ ઓછું જણાય
  • પણ, કાર્યમાં આજે ઉત્સાહ જણાય
  • કાર્યની સફળતા પણ જણાય છે
  • એક પ્રકારે સફળતાનો સ્વાદ ચાખવા પણ મળે

મીન (દચઝથ)

  • મુસાફરી શક્ય છે
  • ગુસ્સો વધારે આવે
  • પણ મન શાંત રાખજો
  • આરોગ્ય પણ જાળવવું પડશે
  • જીવનમાં સફળ થવા માટે અદભુત ઇચ્છા શક્તિ આવશ્યક છે
  • સફળ થવા માટે મૂળ પ્રોત્સાહન ત્યાંથી જ મળે છે
  • એક એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે જે વિપરીત સમયમાં પણ શાંત અને સ્થિર સ્થિતિની પ્રાપ્તિ કરાવે છે.
  • અને અન્યમાં પણ પોતાનાપણું ઉત્પન્ન કરી સફળતા અપાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news