મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું Nisargaની એન્ટ્રી, 110 KMPHની ગતીથી ફૂંકાયો પવન
વાવાઝોડું નિસર્ગે એન્ટ્રી મારી દીધી છે. અલીબાગ અને રત્નાગિરીમાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ગયા છે. નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, મુંબઇમાં આવનાર વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણમાં જતુ રહ્યું છે. જેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.
Trending Photos
મુંબઇ: વાવાઝોડું નિસર્ગે એન્ટ્રી મારી દીધી છે. અલીબાગ અને રત્નાગિરીમાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ગયા છે. નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, મુંબઇમાં આવનાર વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણમાં જતુ રહ્યું છે. જેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાંદ્રા-વર્લીથી લિંક સમુદ્ર પર બન્યું છે અને વાવાઝોડુંને ધ્યાનમાં લઈ ઉંચા ઉઠળતા મોજાથી ખતરો હોઈ શકે છે. એટલા માટે ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવ્યો છે. વાવાઝોડું નિસર્ગના કારણે મુંબઇના રાણીબા પ્રાણી સંગ્રહાલયમાંથી જાનવરોને સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે.
NDRF teams conducted evacuation of the population at Uttan village in Mira Bhaindar, Thane: NDRF (National Disaster Response Force). #Maharashtra #CycloneNisarga pic.twitter.com/e7UUPpCu3K
— ANI (@ANI) June 3, 2020
ખાસ કરીને વાઘ, દીપડો અને અન્ય જાનવરોને ખુલ્લી જગ્યાએથી બંધ જગ્યામાં રાખવામાં આવ્યા છે જેથી વૃક્ષ પડવાથી તેમને નુકસાન ન થાય. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કુલ 13541 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. આ તે લોકો છે જે દરિયાકાંઠા વિસ્તારમાં રહે છે અને વાવાઝોડાના કારણે તેમને ખતરો થઈ શકે છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનો દરિયાકાંઠા વિસ્તાર નિસર્ગ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારથી કુલ 40 હજા લોકોને સુરક્ષિત સ્થાનો પર શિફ્ટ કર્યા છે.
મુંબઇના વર્સોવા બીર પર હાઈ ટાઈડ અને ભારે પવનને જોઈ એન્ડીઆરએફને તૈનાત કરવામાં આવ્યા છે. અહીં આસપાસ રહેતા લોકોને સુરક્ષિત બીએમસી અને એનડીઆરએફને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે.
વાવાઝોડું આજે બપોર સુધી મુંબઇના સમુદ્ર કિનારે ટકરાશે. વાવાઝોડું અત્યારે મુંબઇથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ દરમિયાન હાઇ ટાઇડની ચેતાવણી આપી છે. 6 ફૂટ ઉંચી લહેરો ઉઠી છે. હવાની ગતિ અત્યારે પણ 100 થી 110 કિલોમીટર છે અને આ 120 કિલોમીટર પ્રતિકલાક સુધીની છે.
IAF continues in a heightened state of preparedness to provide required assistance in combating #NisargaCyclone. Yesterday, one IAF IL-76 aircraft landed at Surat with 5 NDRF teams. Another IL-76 airlifted 5 NDRF teams from Vijayawada for Mumbai: Indian Air Force (IAF) pic.twitter.com/3JwyIthfOa
— ANI (@ANI) June 3, 2020
મુંબઇ-થાણેમાં વરસાદ
ચક્રવાત નિસર્ગની અસર દેખાવવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-થાણેમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના અનુસાર સૌથી પહેલાં વાવાઝોડું અલીબાગમાં ટકરાશે. વાવાઝોડા નિસર્ગને જોતાં મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો ગોઠવી દેવામાં આવી છે.
એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા. મુંબઇમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બપોરે વાવાઝોડું નિસર્ગ મુંબઇ પહોંચશે.
મુંબઇમાં બીચ પર કલમ 144 લાગૂ
એનડીઆરએફની 8 ટીમો મુંબઇ, 5 રાયગડ, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગિરીમાં 2 અને સિંધુ દુર્ગમાં ગોઠવવામાં આવી છે. બીએમસીએ હેલ્પલાઇન નંબર 1916 ઇશ્યૂ કર્યો છે. વાવાઝોડાને લીધે મુંબઇના તમામ બીચ પર કલમ 144 લાગૂ કરવામાં આવી છે. મુંબઇમાં લોકોને બીચ પર ન જવાની સલાહ આપવામાં આવી છે.
NDRF teams conducted evacuation of population in very early morning hours of 03/06/2020 at Koliwada, Alibaug, Maharashtra: NDRF Director General SN Pradhan. #CycloneNisarga pic.twitter.com/nFF9VXC6VL
— ANI (@ANI) June 3, 2020
પીએમ મોદીએ મદદનો આપ્યો વિશ્વાસ
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાતની સ્થિતિને જોતાં પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી હતી. વડાપ્રધાનમંત્રીએ બંને મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંભવ મદદનો વિશ્વાસ અપાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે