ફાની વાવાઝોડાથી ઓડિશામાં 12000 કરોડનું નુકસાન, રાજ્યએ વિદેશીઓથી માગ્યુ દાન

ઓડિશામાં ગત મહિને ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. રાજ્યના કોસ્ટ જિલ્લામાં 3 મેના ફાની વાવાઝોડુ આવ્યું હતું. જેમાં એક અનુમાન અનુસાર, 12,000 કરોડ રૂપિયાનું નુકાસન થયું હતું.

ફાની વાવાઝોડાથી ઓડિશામાં 12000 કરોડનું નુકસાન, રાજ્યએ વિદેશીઓથી માગ્યુ દાન

ભુવનેશ્વર: ઓડિશામાં ગત મહિને ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. રાજ્યના કોસ્ટ જિલ્લામાં 3 મેના ફાની વાવાઝોડુ આવ્યું હતું. જેમાં એક અનુમાન અનુસાર, 12,000 કરોડ રૂપિયાનું નુકાસન થયું હતું. રાજ્ય સરકારે ફાની વાવાઝોડાના કારણે થેયલા નુકસાન બાદ રાજ્યમાં પુનર્નિર્માણ માટે વિદેશી નાગરિકો અને પ્રવાસી ભારતીયઓથી દાન આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, તેમના યોગદાનથી ‘ઘણા લોકોને લાભ’ મળશે.

મુખ્યમંત્રી કાર્યાલયે સોમવારે ટ્વિટ કર્યું, ઓડિશાને રાહત કોષ હેવ વિદેશી નાગરીકો, ભારતીય મૂળના વ્યક્તિઓ, વિદેશમાં રહેતા ભારતીયો અને પ્વાસી ભારતીયોથી મળતું દાન સ્વીકાર કરી રહ્યાં છે.

6 મેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનું નિરિક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યો હતો. પીએમ મોદીએ હવાઇ પ્રવાસ દરમિયાન ઓડિશાના હાલાત પર મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી. તેમને કેન્દ્ર સરકાર તરફથી આપત્તિ-અસરગ્રસ્ત ઓડિશાને 1000 કરોડ રૂપિયા વધારાના સપોર્ટ રમક આપવાની જાહેરાત કરી હતી. તે પહેલા ઓડિશાએ કેન્દ્ર સરકારની તરફથી 381 કરોડ રૂપિયા સપોર્ટ ફંડ આપવામાં આવ્યું હતું.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news