લંડનમાં EVM હેકિંગનો દાવો, 2014માં ગોટાળો થયાનો આક્ષેપ, ECએ કહ્યું સંપૂર્ણ સુરક્ષિત

મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર, એક અમેરિકન સાઈબર એક્સપર્ટનો દાવો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ પહોંચ્યા હતા. ભાજપે આ બાબતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા પણ EVMમાં કેવી રીતે ગરબડ કરી શકાય છે તે જાણતા હોવાને કારણે જ કરાઈ હોવાનો પત્રકાર પરિષદમાં દાવો કરાયો છે 

લંડનમાં EVM હેકિંગનો દાવો, 2014માં ગોટાળો થયાનો આક્ષેપ, ECએ કહ્યું સંપૂર્ણ સુરક્ષિત

લંડનઃ EVMનું ભૂત રહી રહીને ધૂણતું રહે છે. લંડનમાં એક પત્રકાર પરિષદમાં દાવો કરાયો છે કે, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા EVM સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેને હેક કરી શકાય છે. આ પત્રકાર પરિષદ કરનારા સૈયદ સૂજાએ જણાવ્યું કે, EVM અંગે ભારતમાં મોટું કાવતરું ઘડાઈ રહ્યું છે. ખાસ વાત એવી છે કે, આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા. ભાજપે આ બાબતે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ જણાવ્યું કે, કોંગ્રેસ વિદેશી સત્તાઓના હાથમાં રમી રહી છે. 

મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર, એક અમેરિકન સાઈબર એક્સપર્ટનો દાવો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે. લંડનમાં ચાલી રહેલી હેકાથોનમાં આ સાઈબર એક્સપર્ટે દાવો કર્યો છે કે, ભાજપના નેતા ગોપીનાથ મુંડેની 2014માં હત્યા કરવામાં આવી હતી. 

એક્સપર્ટ સૈયદ સુજાએ જણાવ્યું કે, મુંડે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન હેક કરવા અંગે જાણતા હતા. ભારતમાં ઉપયોગમાં લેવાતા EVMને ડિઝાઈન કરનારા એક્સપર્ટે એવો પણ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં EVMમાં ગોટાળો કરવામાં આવ્યો હતો. 

સુજાનો દાવો છે કે, 2014ની સામાન્ય ચૂંટણીમાં EVMમાં ગરબડ કરવામાં આવી હતી. જોકે, ભારતના ચૂંટણી પંજે જણાવ્યું છે કે, ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતા EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને હેક કરી શકાય એમ નથી. 

મુદ્દો ચૂંટણી પંચ સામે ઉઠાવાશેઃ મમતા બેનરજી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે, વિરોધ પક્ષો અમેરિકાના એક સાયબર નિષ્ણાત તરફથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના હેકિંગ અંગે કરવામાં આવેલા દાવાનો મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવશે. ભારતીય પત્રકાર સંગઠન (યુરોપ) તરફથી લંડનમાં આયોજિત એક કાર્યક્રમમાં સાયબર નિષ્ણાતે જણાવ્યું કે, કેવી કથિત રીતે EVM હેક કરી શકાય છે. 

તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતાએ એક ટ્વીટમાં જણાવ્યું કે, દરેક વોટ અત્યંત કિંમતી છે અને આ મુદ્દો ઉઠાવવો જોઈએ. તેમણે જણાવ્યું કે, 'આપણા મહાન લોકતંત્રનું નિશ્ચિત પણે સંરક્ષણ થવું જોઈએ. તમારો દરેક વોટ અત્યંત કિંમતી છે. 'યુનાઈટેડ ઈન્ડિયા એટ બ્રિગેડ' રેલી બાદ તમામ વિરોધ પક્ષોએ ભેગા મળીને EVMના મુદ્દે ચર્ચા કરી હતી. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને 19 જાન્યુઆરીના રોજ નક્કી કરી લીધું હતું કે આ મુદ્દાને ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવવામાં આવશે. હા, દરેક વોટ મહત્ત્વનો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news