Currency Notes: જો તમારી પાસે 500 રૂપિયાની નોટ હોય તો જાણો RBI નો નવો નિયમ

Currency Note Latest News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી 500 રૂપિયાની નોટ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ હોય કે પછી તમે ઘરમાં 500 રૂપિયાની નોટની થોકડી રાખી મૂકી હોય તો આ સમાચાર તમારા કામના છે. 

Currency Notes: જો તમારી પાસે 500 રૂપિયાની નોટ હોય તો જાણો RBI નો નવો નિયમ

Currency Note Latest News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી 500 રૂપિયાની નોટ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ હોય કે પછી તમે ઘરમાં 500 રૂપિયાની નોટની થોકડી રાખી મૂકી હોય તો આ સમાચાર તમારા કામના છે. દેશભરમાં થયેલી નોટબંધી બાદથી 500 અને 2000 રૂપિયાની નોટ વિશે અનેક પ્રકારની ખબરો સામે આવી રહી છે. હવે રિઝર્વ બેંક તરફથી જે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે ખાસ જાણો. 

આરબીઆઈ બહાર પાડે છે નોટ
રિઝર્વ બેંક તરફથી 100, 200, 500 અને 2000  રૂપિયાની નોટ બહાર પાડવામાં આવે છે. અનેકવાર એવું થાય છે કે આપણે એટીએમથી રૂપિયા કાઢવા જઈએ છીએ તો ક્યારેક ફાટેલી-તૂટેલી નોટ પણ મળે છે. આવામાં લોકો પરેશાન થઈ જાય છે કે આ નોટ તો ક્યાંય ચાલશે નહીં પરંતુ હવે તમે આ પ્રકારની નોટ સરળતાથી બદલી શકો છો. 

નવી ગાઈડલાઈન
રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે આ પ્રકારની નોટો તમે તમારી નજીકની બ્રાન્ચમાં જઈને બદલી શકો છો. આ સાથે જ આરબીઆઈએ 500 રૂપિયાની નોટોની ઓળખ માટે પણ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં નોટોને લઈને અનેક વાયરલ ખબરો સામે આવી રહી છે, જેને જોતા આરબીઆઈએ તેની ઓળખ કરવાની રીત ગણાવી છે. 

ખરાબ નોટોની આળખ આ રીતે કરો

- જો તમારી નોટ કિનારાથી લઈને વચ્ચે સુધી ફાટેલી છે તો તે અનફિટ છે. 
- જો નોટ બહુ ખરાબ હોય એટલે કે ગંદી હોય કે તેમાં માટી લાગેલી હોય તો તે અનફિટ માનવામાં આવશે. 
- અનેકવાર વધુ ઉપયોગ થવાના કારણે નોટ ખરાબ થઈ જાય તો તે અનફિટ માનવામાં આવે છે. 
- આ સિવાય નોટમાં થયેલા ગ્રાફિક ફેરફાર પણ અનફિટ માનવામાં આવશે. 
- જો નોટનો રંગ ઉડી જાય તો પણ તેને અનફિટ માનવામાં આવશે. 

શું છે આરબીઆઈનો આદેશ
રિઝર્વ બેંકના નિયમો મુજબ જો તમારી પાસે પણ 500 રૂપિયાની જૂની કે ફાટેલી નોટ હશે તો હવે તમારે  બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. તમે કોઈ પણ બ્રાન્ચમાં જઈને તેને બદલી શકો છો. જો કોઈ પણ બેંક તે બદલવાની ના પાડે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news