રાંચીમાં કલમ 144 બાદ હવે ઇન્ટરનેટ સેવા બંધ, પ્રયાગરાજ હિંસામાં AIMIMનો હાથ!

Violence After Namaz: જુમાની નમાઝ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા નુપુર શર્માની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ પ્રદર્શન અનેક જગ્યાઓ પર હિંસક પણ થતું જોવા મળ્યું છે

રાંચીમાં કલમ 144 બાદ હવે ઇન્ટરનેટ સેવા બંધ, પ્રયાગરાજ હિંસામાં AIMIMનો હાથ!

Violence After Namaz: જુમાની નમાઝ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા નુપુર શર્માની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ પ્રદર્શન અનેક જગ્યાઓ પર હિંસક પણ થતું જોવા મળ્યું છે. પ્રયાગરાજમાં જુમાની નમાઝ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ADG ની કારના કાચ પણ તોડવામાં આવ્યા અને તેમને ગનરને પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. તો બીજી તરફ ઝારખંડના રાંચીમાં પણ સ્થિતિ ગંભીર થતા પોલીસે કર્ફ્યુ લગાવી દીધું છે. 

રાચીમાં કર્ફ્યુ, હેવ ઇન્ટરનેટ સેવા પણ બંધ
ઝારખંડના રાંચીમાં પણ સ્થિતિ ગંભીર થતા પોલીસે કર્ફ્યુ લગાવી દીધું છે. દેશભરમાં નમાઝ બાદ થયેલી હિંસાની તમામ જગ્યાઓમાંથી રાંચી પણ એક છે. રાંચીમાં હિંસા અને પથ્થરમારો એટલો વધારે થયો કે SSP સહિત 11 લોકો ઘાયલ થયા. સૂત્રોનું માનીએ તો 1 શખ્સના મોતના પણ સમાચાર છે. રાંચીના મેન રોડમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ટોળા એકઠા થવા જોઈએ નહીં અને 4 થી વધારે લોકો ભેગા થવા જોઈએ નહીં. સાથે સાથે રાંચીમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

પ્રયાગરાજ હિંસામાં AIMIM નો મોટો હાથ
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ હિંસામાં AIMIM નો મોટો હાથ છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમણે જ લોકોને ભડકાવ્યા છે. આ મામલે હવે IB તપાસ કરી રહી છે. ત્યારે પ્રયાગરાજમાં તોફાનીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં DM ઘાયલ થયા હતા. જો કે, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પ્રયાગરાજમાંથી 15 તોફાનીઓને પકડવામાં આવ્યા છે. પોલીસે કહ્યું આ એક્શન સીએમના આદેશ આવ્યા બાદ લેવામાં આવ્યા છે.

UP માં 109 તોફાનીઓની ધરપકડ
હિંસક પ્રદર્શનો બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી હાઈ લેવલ બેઠક કરી રહ્યા છે. આ ક્રમમાં યુપીથી અત્યાર સુધીમાં 109 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાથરસમાંથી 24, સહારનપુરમાંથી 38, આંબેડકરનગરમાંથી 23, પ્રયાગરાજમાંથી 15, મુરાદાબાદમાંથી 7 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.

MP ના છિંદવાડામાં પોલીસ પર પથ્થરમારો
મધ્યપ્રદેશના છિંદવાડામાં પણ હિંસા વધી રહી છે. રાષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો છે.

પશ્ચિમ બંગાળમાં હિંસા
પશ્ચિમ બંગાળમાં તો આ પ્રદર્શન ખુબ જ વધારે હિંસક થતું જોવા મળી રહ્યું છે. ત્યાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.

સહારનપુરમાં 21 લોકોની ધરપકડ
CM યોગીના આદેશ બાદ પોલીસ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરી રહી છે. આ ક્રમમાં સહારનપુર પોલીસે 21 લોકોની ધરપકડ પણ કરી છે.

કાનપુરમાં નક્કર વ્યવસ્થા
કાનપુરમાં પોલીસે સ્થિતિને જોતા સુરક્ષાની નક્કર વ્યવસ્થા કરી છે. ક્યાંક ફ્લેગ માર્ચ થઈ રહી છે તો ક્યાંક ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

બંગાળમાં પણ નમાઝ બાદ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં પણ અનેક જગ્યાએ નમાઝ બાદ વિરોધ પ્રદર્શનના અહેવાલો છે. હાવડા અને કોલકાતામાં નમાઝ બાદ લોકોએ નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. હાવડામાં લોકોએ ટ્રાફિક જામ કરી દીધો. 

જમ્મુ અને કાશ્મીરમાં પણ પ્રદર્શન
જમ્મુ અને કાશ્મીરમાં પણ જુમ્માની નમાઝ બાદ વિરોધ પ્રદર્શનના અહેવાલ છે. શ્રીનગરના લાલચોક ઉપર પણ લોકોએ નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news