દેશના ઇતિહાસમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ પાસિંગ આઉટ પરેડ
Trending Photos
નવી દિલ્હી : દેશની સૌથી મોટી પેરામિલિટ્રી ફોર્સ સીઆરપીએફની પાસિંગ આઉટ સેરેમની શુક્રવારે પહેલીવાર વીડિયો કોન્ફરન્સ દ્વારા થઇ। આ દરમિયાન તેઓ દર વખતે થનારી પરેડ અને અધિકારીઓની સલામી પણ થઇ નહોતી. આ સેરેમની સીઆરપીએફ ટ્રેનિંગ એકેડેમી કાદપુરમાં થઇ. તેમાં ફોર્સનાં મહાનિર્દેશક એપી માહેશ્વરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા 42 ડાયરેક્ટલી એપોઇન્ટેડ ગેઝેટેડ અધિકારીઓને દેશ સેવા માટેની શપથ અપાવી હતી. કોરોના વાયરસનાં ધ્યાને રાખીને તમામ અધિકારીઓએ માસ્ક પહેર્યા હતા. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડી પણ સમારંભમાં કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. તેમણે ટ્રેની અધિકારીઓને ગૃહમંત્રી અમિત શાહને સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
સેરેમની પહેલા સમગ્ર હોલને સેનેટાઇઝ કરાવવામાં આવ્યો. ટ્રેની અધિકારીઓ અને સમારંભમાં ભાગ લેનારા અધિકારીઓનું સોશિયલ ડિસ્ટન્સિંગ અનુસાર દુર દુર બેસાડાયા. સીઆરપીએફ ડીજી એપી મહેશ્વરીએ કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને સંબોધિત કર્યા. ત્યાર બાદ ફોર્સનાં રિવાજ જેને અંતિમ પગ એટલે પીલિંગ ઓફ કહેવામાં આવે છે તે પણ ઓડિટોરિયમની સીડી પર જ પુરી થઇ. આ સમગ્ર કાર્યક્રમનું લાઇ પ્રસારણ યુટ્યુબ પર થયું. તેની લિંક પ્રત્યેક ટ્રેની અધિકારીઓ સાથે પણ શેર કરવામાં આવી જેથી તેઓ પણ આ સેરેમનીમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાય.
તમામ ટ્રેની અધિકારીઓની પસંદગી સંઘ લોક સેવા આયોગની પરીક્ષા માધ્યમથી થઇ. ત્યાર બાદ તમામ 52 દિવસની ટ્રેનિંગ થઇ. હવે તેમને આસિસ્ટન્ટ કમાન્ડેટ્સ પદ પર યૂનિટ્સમાં ફરજ પર મુકાશે. ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં તેની ટ્રેનિંગ ચાલુ થઇ હતી. જો કે કોરોના વાયરસના કારણે પાસિંગ આઉટ પરેડ યોજાઇ શકી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે