Mumbai: જે Video જોઈને લોકોના હાજા ગગડી ગયા, તે અકસ્માતનું કારણ હવે સામે આવ્યું, 12 કલાકે કાર ખાડામાંથી બહાર આવી

રવિવારે ઘાટકોપર વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો. જેમાં એક કાર જમીનમાં પડેલા ખાડામાં સમાઈ ગઈ. હવે આ ગાડીને ખાડામાંથી બહાર કાઢી લેવાઈ છે. 

Mumbai: જે Video જોઈને લોકોના હાજા ગગડી ગયા, તે અકસ્માતનું કારણ હવે સામે આવ્યું, 12 કલાકે કાર ખાડામાંથી બહાર આવી

નવી દિલ્હી: મુંબઈ (Mumbai) માં વરસાદ દર વર્ષે ચર્ચામાં રહે છે. દર વખતની જેમ આ વખતે પણ ચોમાસામાં થયેલો એક અકસ્માત ચર્ચામાં છે. રવિવારે ઘાટકોપર વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો. જેમાં એક કાર જમીનમાં પડેલા ખાડામાં સમાઈ ગઈ. હવે આ ગાડીને ખાડામાંથી બહાર કાઢી લેવાઈ છે. 

આ રીતે કરાયું રેસ્ક્યૂ કામ
ગત રાતે લગભગ 12 કલાકની જદ્દોજહેમત બાદ ક્રેનની મદદથી જળ સમાધિ લઈ ચૂકેલી કારનું રેસ્ક્યૂ કરાયું. આ માટે કર્મચારીઓએ ખુબ જ મહેનત કરવી પડી કારણ કે કાર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તેનો કોઈ નામોનિશાન સુદ્ધા નહતું. એક કર્મચારીએ ક્રેનની મદદથી ખાડામાં ઉતરવું પડ્યું ત્યારબાદ ક્રેનની રસ્સીમાં કારને બાંધી લીધી ત્યારે ગાડી ખાડામાંથી બહાર આવી શકી. 

— ANI (@ANI) June 13, 2021

આ અકસ્માત પર બીએમસીનું કહેવું છે કે જે જગ્યાએ કાર ડૂબી ત્યાં એક સમયે કૂવો હતો. પરંતુ રહેણાંક સોસાયટીઓએ સીમેન્ટ કોંક્રિટથી ક્યાંક ક્યાંક તેને ઢાંકી દીધો. ત્યારબાદ જ્યારે વરસાદ પડ્યો તો કોંક્રિટનો રસ્તો ધસી પડ્યો અને આ અકસ્માત સર્જાયો. પોલીસે જણાવ્યું કે ઘટના રવિવારે સવારે ઘાટકોપર પશ્ચિમની કામા લેનમાં રામ નિવાસ સોસાયટીમાં ઘટી. આ ઘટનામાં જો કે કોઈ જાનહાનિ થઈ નથી. 

કોંક્રિટથી ઢાંકેલો હતો કૂવો
અધિકારીએ કહ્યું કે રહેણાંક સોસાયટીએ એક કૂવાને કોંક્રિટ સીમેન્ટથી બંધ કરી રાખ્યો હતો અને સ્થાનિક રહીશો પોાતની કાર મૂકવા માટે આ જગ્યાનો ઉપયોગ કરે છે. સ્થાનિક પોલીસની એક ટીમ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે આ કાર બહાર નીકળી શકી. રહીશોની સુરક્ષા માટે ઘટનાસ્થળની ઘેરાબંધી કરાઈ છે. 

— AMAR (@amar4media) June 13, 2021

તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા સોસાયટીએ આરસીસીનું કામ કરી કૂવાના અડધા ભાગને બંધ કરી દીધો હતો અને તેનો ઉપયોગ વાહનોના પાર્કિંગ માટે કરાતો હતો. વરસાદના કારણે તેનો એક હિસ્સો ધસી પડ્યો અને કાર જમીનમાં ગરકાવ થઈ ગઈ. બીએમસીએ શહેરમાં ભારે વરસાદ બાદ ઘટેલી ઘટનાની જવાબદારી લેવાની ના પાડી દીધી. 

શિવસેના શાસિત નગર નિગમે એક નિવેદનમાં કહ્યું કે તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. નગર નિગમે કહ્યું કે આ સોસાયટીના પરિસરમાં એક કૂવો છે, અડધા હિસ્સાને આરસીસીથી કવર કરી લેવાયો હતો. સોસાયટીના રહીશો પોતાની કારને તે વિસ્તારમાં પાર્ક કરતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news