Corona: ડરો નહીં, બાળકો પર કોરોનાની ગંભીર અસરની આશંકા નથીઃ ડો. ગુલેરિયા

લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં કેસની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો અને સક્રિય કેસમાં 65 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યવાર 15 રાજ્યો એવા છે જ્યાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે. 

Corona: ડરો નહીં, બાળકો પર કોરોનાની ગંભીર અસરની આશંકા નથીઃ ડો. ગુલેરિયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની યોજાયેલી પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, ભારત કે વિશ્વનો ડેટા જુઓ તો અત્યાર સુધી કોઈ એવો ડેટા આવ્યો નથી, જેમાં જણાવવામાં આવ્યું હોય કે બાળકોમાં હવે વધુ ગંભીર સંક્રમણ છે. બાળકોમાં હળવુ સંક્રમણ રહ્યું છે. અત્યાર સુધી કોઈ પૂરાવા નથી કે જો કોરોનાની આગામી લહેર આવશે તો બાળકોમાં વધુ ગંભીર સંક્રમણ જોવા મળશે. 

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, ખાનગી ક્ષેત્રો (હોસ્પિટલો) માટે રસીની કિંમત વેક્સિન નિર્માતાઓ દ્વારા નક્કી થશે. રાજ્ય ખાનગી ક્ષેત્રની કુલ માંગ કરશે, જેનો અર્થ છે કે તે જોશે તેની પાસે સુવિધાઓનું કેટલું નેટવર્ક છે અને તેને કેટલા ડોઝની જરૂર છે. તેમણે કહ્યું કે, સરકારે કોવિશીલ્ડના 25 કરોડ ડોઝ અને કોવૈક્સિનના 19 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે. સરકારે બાયોલોજિકલ ઈ રસીના 30 કરોડ ડોઝ ખરીદવાનો આદેશ આપ્યો છે, જે સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ થશે. 

તો સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, જ્યાં 7 મેએ દેશમાં દરરોજના હિસાબથી 4,14,000 કેસ સામે આવી રહ્યા હતા, તે હવે 1 લાખથી ઓથા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 86,498 કેસ નોંધાયા છે. આ 3 એપ્રિલ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. હોમ આઇસોલેશન અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્નેને મેળવી રિકવરી રેટ વધીને 94.3 ટકા થઈ ગયો છે. 1-7 જૂન વચ્ચે પોઝિટિવિટી રેટ કુલ મળીને 6.3 ટકા નોંધાયો છે. 4 મેએ દેશમાં 531 કેસ મળ્યા હતા, જ્યાં દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે, તેવા જિલ્લા હવે 209 રહી ગયા છે. 

— ANI (@ANI) June 8, 2021

લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં કેસની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો અને સક્રિય કેસમાં 65 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યવાર 15 રાજ્યો એવા છે જ્યાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news