Covid-19: દેશમાં ચોથી લહેરનો ખતરો, દિલ્હીમાં સંક્રમણ વધ્યું તો મુંબઈમાં 6 દિવસમાં ડબલ કેસ
Corona Cases Update: દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં આજે 550 નવા કેસ સામે આવ્યા અને એકનું મોત થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5337 કેસસામે આવ્યા અને 7 લોકોના મોત થયા હતા. સૌથી મોટી વાત છે કે કાલના મુકાબલે આજે નવા કેસમાં 41 ટકાનો વધારો થયો છે.
દિલ્હીમાં ફરી વધી રહ્યાં છે કેસ
દેશની રાજધાનીમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે આજે 550 કેસ સામે આવ્યા જ્યારે એકનું મોત થયું છે. નવા કેસ સાથે રાજધાનીમાં સંક્રમણ દર વધીને 2.84 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 19,09,991 કેસ સામે આવ્યા અને અત્યાર સુધી 26214 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 15 મે બાદ બુધવારે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં 15 મેએ 613 કેસ નોંધાયા હતા.
છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 8 જૂને રાજધાનીમાં 450 કેસ સામે આવ્યા હતા. તો 6 જૂન સોમવારે 247 કેસ આવ્યા અને સંક્રમણ દર 3.47 ટકા હતો. અહીં રવિવાર એટલે કે 5 જૂને 343 કેસ સામે આવ્યા હતા.
મુંબઈમાં ડબલ થઈ રહ્યાં છે કેસ
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળ્યો છે. અહીં એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. મુંબઈમાં બુધવારે કોવિડના 1765 નવા કેસ સામે આવ્યા, જે 26 જાન્યુઆરી બાદ એક દિવસમાં સૌથી વધુ છે. સંક્રમણના કારણે કોઈના મોતની માહિતી નથી.
રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં 2 જૂને કોરોનાના 704 કેસ સામે આવ્યા તો 7 જૂને આંકડો 1242 પર પહોંચી ગયો હતો. અહીં જૂનના પ્રથમ દિવસથી દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને પાર કરી ગયો છે. મુંબઈમાં 4 જૂને કોરોનાના 889 નવા કેસ સામે આવ્યા હતા. તો 5 જૂને આ આંકડો વધીને 961 પર પહોંચી ગયો હતો. 7 જૂને સંક્રમિતોની સંખ્યા ત્રણ ગણી વધી ચાર આંકડામાં પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે