Indian Railways News: દેશમાં ચોથી લહેરની આશંકા? રેલ યાત્રાના નિયમોમાં થયો મહત્વનો ફેરફાર

Covid-19 Protocol to Travel in Train: રેલવેમાં યાત્રા કરતા લોકોએ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા જારી કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ સિવાય માસ્કને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. 
 

Indian Railways News: દેશમાં ચોથી લહેરની આશંકા? રેલ યાત્રાના નિયમોમાં થયો મહત્વનો ફેરફાર

નવી દિલ્હીઃ દેશમાં ફરી કોરોના કેસ સામે આવવા લાગ્યા છે. બુધવારના આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 2798 કેસ સામે આવ્યા હતા. તો દિલ્હીમાં આજે 970 નવા કેસ સામે આવ્યો છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 3.34 ટકા છે. પરંતુ શું દેશમાં ચોથી લહેરની આશંકા છે? આ વચ્ચે ભારતીય રેલવે એલર્ટ થઈ ગયું છે. રેલ યાત્રામાં ફરી કોરોના પ્રોટોકોલની વાપસી થઈ રહી છે. રેલ મંત્રાલયના સૂત્રો અનુસાર રેલ યાત્રીકો માટે સંશોધિત એસઓપી તૈયાર કરવામાં આવી છે. તે પ્રમાણે હવે ફરી ફેસ માસ્ક પહેરવું પડશે. સાથે સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયની એસઓપીનું પાલન કરવું પડશે. 

રેલવેએ યાત્રા કરનાર લોકો માટે સંશોધિત એસઓપી જાહેર કરી છે. મહત્વનું છે કે ભારતીય રેલવે દ્વારા પાંચ મે 2021ના એક એસઓપી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં સમયે-સમયે નિયમ પ્રમાણે ફેરફાર કરવામાં આવતા હતા. રેલવેની સંશોધિત એસઓપીમાં 22 માર્ચ 2022ના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એસઓપી પણ સામેલ છે. ગૃહ મંત્રાલય દ્વારા માર્ચ 22ના જાહેર સંશોધિત આદેશ અનુસાર સંશોધિત એસઓપી/પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે. 

હવે રેલવેમાં યાત્રા દરમિયાન આ નિયમોનું પાલન કરવુ પડશે
1. રેલ યાત્રીકોએ પહેલાની જેમ યાત્રા દરમિયાન અને એન્ટ્રી-એક્ઝિટ સમયે ફેસ કવર/માસ્ક લગાવવું પડશે. 

2. રેલ યાત્રા કરી રહેલા લોકોએ ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સમય-સમય પર જાહેર દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે. 

મહત્વનું છે કે કોરોનાના સમયમાં ટ્રેનમાં યાત્રા કરવા પર માસ્ક ફરજીયાત હતું. પરંતુ જ્યારે કેસ ઓછા થવા લાગ્યા તો માસ્કના નિયમને મરજીયાત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રીકો માસ્ક વગર યાત્રા કરી રહ્યાં હતા. પરંતુ હવે દેશમાં ચોથી લહેરની આશંકાને જોતા રેલવેએ ફરી યાત્રીકોને માસ્ક પહેરવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news