કોરોનાના દોસ્ત બનેલી તબલિગી જમાતે ભારતના સામાજિક સૌહાર્દને ઠેસ પહોંચાડી
મોદી સરકારે એક દેશમાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસ સામે લડવું પડી રહ્યું છે, સાથે તબલિગી જમાતને કારણે જે સાંપ્રદાયિક ધ્રુવીકરણ વધવાનું શરૂ થયું, તેનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ એક તરફ મોદી સરકાર કોરોનાની મહામારી સામે વડી રહી છે અને બીજી તરફ સરકાર તબલીગી જમાતના કારણે સાંપ્રદાયિક ધ્રૂવીકરણ સામે પણ લડવું પડી રહ્યું છે. આમ, તબલીગી જમાતના કારણે ઉભા થયેલા વિવાદના કારણે કેન્દ્ર સરકાર હાલ બે મોર્ચે જંગ લડી રહી છે. દેશમાં તબલીગી જમાતના કારણે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જેના કારણે સામાજિક સૌહાર્દ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
સરકારના વરિષ્ઠ સૂત્રોનું માનીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં તબલીગી જમાતના લોકોએ ડોક્ટર સાથે કરેલા અભદ્ર વ્યવહારના અહેવાલના કારણે સામાજિક સૌહાર્દ નબળો પડ્યો છે. આ બધુ ત્યારે થઈ રહ્યું છે જ્યારે સરકારે કોરોના જેવી મોટી મહામારી સામે લડવુ પડી રહ્યું છે. આ કારણે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, તે ધર્મગુરૂઓને સમર્થન કરવાનું કહે. તેમને કહે કે તેની આસ્થા ત્યારે બચશે, જ્યારે તે એક સાથે મળીને કોરોના વાયરસ સામે લડશે.
સૂત્રોએ જણાવ્યું કે, તબલિગી જમાતના લીડર્સ દ્વારા નિઝામુદ્દીન મરકઝમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ ન દેખાડ્યા બાદ જે રીતે જમાતી લોકો ડોક્ટરો અને નર્સોની સાથે તમામ હોસ્પિટલોમાં ખરાબ વર્તન કરી રહ્યાં છે, તેનાથી એક મોટી વસ્તીની અંદર ગુસ્સો ભરાયો છે.
દેશભરમાંથી મળેલી પ્રતિક્રિયાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભીડ દ્વારા ડોક્ટરો સાથે મારપીત કરવાની તસવીરો કઈ રીતે નુકસાન વધારી રહી છે. એટલું જ નહીં, તેનાથી તે ખોટો વિશ્વાસ પણ ફેલાતો દેખાઈ રહ્યો છે કે ધર્મમાં આસ્થા બનાવી રાખવા તમારા પ્રત્યે રક્ષા મંત્રને લોઢા જેવો મજબૂત કરી દેશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરવા ગયેલા ડોક્ટરો સાથે મારપીટ કરવામાં આવી, ક્યારેક તેમના પર થુકવામાં આવ્યું તો પોલીસની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો.
ટિક-કોકને પણ ચેતવણી
શુક્રવારે ટેલિકોમ વિભાગે લોકપ્રિય વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિક-ટોકને કહ્યું કે, તે વિવાદાસ્પદ વીડિયોને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી અને ભડકાઉ કન્ટેન રોકવા માટે કોઈ એલ્ગોરિદ્મ બનાવે. સૂત્રોનું માનીએ તો બંન્ને વચ્ચે આ વાતચીત સારી ન હતી, કારણ કે ટેલિકોમ વિભાગે ટિકટોક સામે આક્રમક વાત કરતા પોતાની તાકાતની યાદ અપાવી હતી.
વોટ્સએપ-ફેસબુક પર પણ નજર
સરકાર વોટ્સએપ અને ફેસબુકના પ્રતિનિધિઓની સાથે ટચમાં છે, જેથી ભડકાઉ કન્ટેન્ટ ક્યાંય ન ફેલાય, પરંતુ તેવું લાગી રહ્યું છે કે તે ખુબ મુશ્કેલ કામ કરી રહ્યું છે. સરકારના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે, સમય સમર્થન ન કરનારી વસ્તુની નિંદા કરવાનો છે અને દરેક કોમ્યુનિટીએ સાથે મળીને વાયરસ સામે લડવાની જરૂર છે.
દીપ પ્રાગટ્યથી થશે ફાયદો
સરકારી સૂત્રોએ આશા વ્યક્ત કરી છે કે પીએમ મોદીના દીપ પ્રગટાવો કેમ્પેનથી લોકોનું ધ્યાન તબલિગી જમાતથી દૂર થઈ શકે છે, પરંતુ આ દિશામાં હજુ વધુ કામ કરવાની જરૂર છે જેથી સરકારની સામે કાયદો-વ્યવસ્થાને લઈને પડકાર ઉભો ન થાય.
જમાતીઓ પાસે જવા ઈચ્છતા નથી ડોક્ટર
હાલમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓની જે બેઠક યોજાઇ હતી, તેમાં સાંપ્રદાયિક તણાવ પર સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી. આ વાતચીતની વચ્ચે એક ડોક્ટરે બધાને તે કહેતા ચોંકાવી દીધા કે ડોક્ટરો તબલિગી જમાતના લોકોની પાસે જવા રાજી થઈ રહ્યાં નથી, જે કોરોના પોઝિટિવ છે.
એક દિગ્ગજ ડોક્ટરે કહ્યું, સૌથી મોટી સમસ્યા તે છે કે ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કરનાર તે માનવા તૈયાર નથી કે તેણે કંઇ ખોટું કર્યું છે. તે તે માટે પણ તૈયાર નથી કે આ મહામારી સામે લડવા માટે નિયમોનું પાલન કરવુ જરૂરી છે. વીડિયો કોન્ફરન્સમાં હાજર તમામ લોકોએ ડોક્ટરોની વાતનું સમર્થન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે