Covid Vaccine: દેશને મળી પ્રથમ નેઝલ વેક્સીન, ભારત બાયોટેકની ઇન્સ્ટાનેસલને DCGIએ આપી મંજૂરી

COVID-19 Vaccine: ભારત બાયોટેકને ઇન્સ્ટાનેસલ કોવિડ-19 વેક્સીન માટે ડીસીજીઆઈ પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. 
 

Covid Vaccine: દેશને મળી પ્રથમ નેઝલ વેક્સીન, ભારત બાયોટેકની ઇન્સ્ટાનેસલને DCGIએ આપી મંજૂરી

નવી દિલ્હીઃ Bharat Biotech Nasal Vaccine: ભારત બાયોટેકને ઇન્સ્ટાનેસલ કોવિડ-1+ વેક્સીન માટે ડીસીજીઆઈ (DCGI) પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે. આ કોરોના માટે નાકથી અપાનારી ભારતની પ્રથમ વેક્સીન હશે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, 'કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 (ચિમ્પાન્ઝી એડેનોવાયરસ વેક્ટરેડ) રીકોમ્બિનેન્ટ નેઝલ વેક્સીનને ઇમરજન્સી સ્થિતિમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.'

Bharat Biotech's ChAd36-SARS-CoV-S COVID-19 (Chimpanzee Adenovirus Vectored) recombinant nasal vaccine approved by @CDSCO_INDIA_INF for primary immunization against COVID-19 in 18+ age group for restricted use in emergency situation.

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 6, 2022

તેમણે આગળ કહ્યું કે આ પગલું મહામારી વિરુદ્ધ આપણી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. ભારતે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં પોતાના વિજ્ઞાન, રિસર્ચ તથા વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન સંચાલિત દ્રષ્ટિકોણ અને બધાના પ્રયાસ સાથે અમે કોવિડ-19ને હરાવી દેશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news